best news portal development company in india

પોલીસે ‘લુટેરી દુલ્હન’ અને તેના નકલી ભાઈને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

‘લુટેરી દુલ્હન’ ઝડપાઈ…’જ્યોતિ’ બનીને રેખાએ કર્યો કાંડ…યુવકોના આ રીતે કરતી શિકાર

 

લગ્ન ઉત્સુકોને લૂંટતી ‘લુટેરી દુલ્હન’ ગેંગ ઝડપાઈ:નકલી લગ્ન કરીને દાગીના અને રોકડ લઈ રાતોરાત ફરાર થતી, બાકોર પોલીસે રાજસ્થાનના સીમલવાડા પકડી પાડ્યા

 

 પોલીસે ‘લુટેરી દુલ્હન’ અને તેના નકલી ભાઈને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. ખોટું નામ રાખીને સ્થાનિક યુવક સાથે લગ્નના નામે છેતરપિંડી કરી હતી. આરોપીઓએ રોકડ અને દાગીના ઓળવીને ફરાર થઈ ગયા હતા. મહીસાગર જિલ્લાનો આ બનાવ છે. બાકોર પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવી હતી. બાતમી હતી કે આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા ખાતે છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ગુનો શું હતો? વાંચો  અહી

બાકોર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં આવીને ફરિયાદી યુવક સાથે છેતરપિંડી આચરી હતી. આરોપી રેખાએ પોતાનું ખોટું નામ ‘જ્યોતિ’ બતાવીને ફરિયાદી સાથે ખોટી રીતે લગ્નવિધિ કરી હતી. જ્યારે અન્ય આરોપી રતનલાલે લુટેરી દુલ્હનના ભાઈ તરીકેની ખોટી ઓળખ આપી હતી. લગ્ન સંપન્ન થયા બાદ આ ટોળકી ફરિયાદી પાસેથી રોકડ રકમ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી  આ ટોળકી લગ્ન કરવા ઈચ્છતા અપરિણિત પુરુષોને ટાર્ગેટ કરતી હતી. યુવકોને ભોળવીને લગ્ન માટે છોકરી બતાવવામાં આવતી અને ત્યારબાદ નકલી લગ્નવિધિઓ કરાવીને રોકડ રકમ તેમજ કિંમતી ઘરેણાં પડાવી લેતા હતા. ત્યારબાદ આ ટોળકી રાતોરાત રફુચક્કર થઈ જતી હતી. બાકોર પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરીને આગળની તપાસ તેજ કરી છે.બે નાસતા ફરતા આરોપીઓને પકડ્યા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા સંતરામપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જી. એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાકોર પોલીસ સ્ટેશનના પીઆઈ જે. વી. પટેલે એક મોટી સફળતા મેળવી છે. બાકોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) અને 54 મુજબ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई