ખેડબ્રહ્માના મટોડા સી.એચ સી.ની કલેક્ટરે લીધી મુલાકાત ગંદકી બાબતે તંત્રને ટકોર કરી

ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરની વિઝિટને પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર અને હોસ્પિટલ સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી તપાસ કરી હતી. જો કે, આ નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય અને સ્વચ્છતા પ્રત્યે ઘોર બેદરકારી જોવા મળતા કલેક્ટરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દર્દીઓની આરોગ્ય સુખાકારી સાથે આવી લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવી, તેમણે જવાબદાર તંત્ર અને સ્ટાફને કડક શબ્દોમાં ટકોર કરી હતી.
કલેક્ટરે હોસ્પિટલ પ્રશાસનને સમગ્ર પરિસરની તાત્કાલિક સફાઈ કરવા અને આગામી સમયમાં સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે કડક આદેશ આપ્યા છે.
આ અંગે ડો. હિમાનીબેનનો ટેલિફોનિક સંપર્ક કરતા તમને હોસ્પિટલ બહાર ગંદકી બાબતે કલેક્ટર ઘ્વારા ટકોર કરી હોવાનું જણાવ્યુ હતું.



