best news portal development company in india

ગ્રામ પંચાયત કચેરી ના હંગામી કર્મચારી લાંચ લેતા ઝડપાઇ ગયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી.ની સફળ એ ટ્રેપ                                                    આરોપી

ભરતભાઈ સોમાભાઈ ગડસાયા (ઠાકોર), ઉ.વ:-૩૫, વી.સી.ઈ અમરાપુર ગ્રામ પંચાયત કચેરી તા.સમી જી.પાટણ રહે. ઠાકોરવાસ અમરાપુર તા.સમી જી.પાટણ.

ટ્રેપની તારીખ

તા.૧૭/૦૮/૨૦૨૬

લાંચની માંગણીની રકમ*: રૂ.૧૫૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ* :

રૂ.૧૫૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ* :રૂ.૧૫૦૦૦/-

ટ્રેપનુ સ્થળ

અમરાપુર ગ્રામ પંચાયત કચેરી વીસીઇની ઓફિસ માં.

ગુનાની ટુંક વિગત

આ કામના ફરિયાદીના સગા સબંધી અમરાપુર પાટી વિસ્તારમાં રહેતા ખેડૂતો એ સને ૨૦૨૫ માં વધુ વરસાદ થતા પાક નિષ્ફળ જતા સરકારશ્રીની પાક નિષ્ફળ સહાય આપવા જાહેરાત આધારે આ કામના આક્ષેપીત પાસે ડોક્યુમેન્ટ જમા કરાવી સહાય મેળવવા ફોર્મ ભરેલ અને આક્ષેપીત નાઓ સહાય મંજૂર કરાવવા ઉપરી અધિકારીઓના નામે સહાયના પચાસ ટકા રકમ આપવા માંગણી કરતા હોય જે અંગે કુલ નવ ખેડૂતો એ એક ખેડૂત દીઠ રૂપિયા ૪૪૦૦૦/- પેટે પચાસ ટકા લેખે આપવા ફરિયાદી ને મળી વાતચીત કરવા જણાવતા આ કામના ફરિયાદી આક્ષેપીતને ઓળખતા હોય તેઓ પાસે જતા આક્ષેપીતે ફરિયાદી પાસે પચાસ ટકા લેખે માંગણી કરતા ના છૂટકે સહાય મંજુર થાય તે હેતુથી ખેડૂતોને પૂછી જણાવવા કહેતા ખેડૂતો પોતાને સહાય મળે તે હેતુથી સહાયના પચાસ ટકા લેખે નાણાં આપવા સંમત થયેલ અને સહાય પોતાંના ખાતામાં જમા થતા નવ ખેડૂતો ના પચાસ ટકા લેખે ૧,૭૦,૦૦૦/- પૈકીના ૬૦૦૦૦/- ફોન-પે થી અને ૧૧૦૦૦૦/- રોકડ આપેલા તેમ છતાં આક્ષેપીત પચાસ ટકા લેખે બાકી રહેતા ૨૦૦૦૦/- રૂપિયા ની માંગણી કરી રકજકના અંતે રૂ.૧૫૦૦૦/- આપવા નક્કી કરી ફરિયાદીએ આપેલ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપ દરમ્યાન લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત.

ટ્રેપિંગ ઓફિસર

શ્રી ડી.આર.ગઢવી

પોલીસ ઇન્સ્પેક્ટર,

પાટણ એ.સી.બી. પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી

શ્રી કે.એચ.ગોહિલ,

મદદનીશ નિયામક,

બોર્ડર એસીબી એકમ, ભુજ.

ઈન્ચાર્જ અધિકારી

શ્રી બલદેવસિંહ વાઘેલા,

નાયબ નિયામક,

રાજકોટ એકમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई