ખેડબ્રહ્મામાં આઈ.ટીઆઈ રોડની લાઈટો બંધ તેમજ વોર્ડ નંબર ત્રણ મા પણ રોડ લાઇટો વારંવાર બંધ થતા નાગરીકો પરેશાન
ચુંટાયેલ હોદ્દેદારો પર રોશ 

| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા નગર પાલિકા ઘ્વારા લોકોની સુવિધ્ધા માટે શહેરમાં સ્ટ્રીટ લાઈટો લગાડવામાં આવી છે. તેવી જ રીતે આઈ.ટી.આઈ અને સુરતીકંપા જતા રોડ પર મોટા ઉપાડે 100 થી વધી સ્ટ્રીટ પોલ લગાડવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના પોલ પર લાઈટો બંધ છે.તેમજ વોર્ડ નંબર ત્રણ મા પણ સોસાયટીઓ મા આગળની બાજુ ખેતરનો વિસ્તાર આવેલ છે આ ચોમાસાની સીઝનમાં કોઈ અકસ્માત થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છેઆ અંગે નગરપાલિકામાં એક અઠવાડિયા પહેલા જાણ કરેલી હોવા છતાં અને કંમ્પલેન રજીસ્ટર મા કંમ્પલેન લખાવે છતા આજદિન સુધી લાઈટો ચાલુ કરવામાં ના આવતા આ નગરપાલિકા ના ચુંટાયેલ લોકો વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો છે.
Post Views: 6



