ખેડબ્રહ્મા નગરપાલિકામાં 74માંથી 54 જગ્યાઓ ખાલી માત્ર 20 કર્મચારીઓથી ચાલે છે
કામ, વિકાસના કાર્યો પર ગંભીર અસરખેડબ્રહ્મા નગરપાલિકામાં કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે. નગરપાલિકામાં કુલ 74 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી 54 જગ્યાઓ ખાલી પડી છે. હાલ માત્ર 20 કર્મચારીઓથી જ નગરપાલિકાનું કામ ચાલી રહ્યું છે.
આ સ્થિતિને કારણે બાકીના 54 કર્મચારીઓનું કામ હાલના 20 કર્મચારીઓ પર આવી પડ્યું છે. નગરપાલિકાના મોટાભાગના ટેબલો ચાર્જમાં ચાલી રહ્યા છે. પૂરતો સ્ટાફ ન હોવાથી ખેડબ્રહ્મા નગરપાલિકાનો વિકાસ કેવી રીતે થઈ શકે તે એક મોટો પ્રશ્ન છે. નગરપાલિકાની પ્રગતિ પર પણ આની સીધી અસર પડી રહી છે.
નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓમાં સિનિયર ક્લાર્કની 1, ક્લાર્કની 9માંથી 3, પટાવાળાની 4માંથી 4, હિસાબનીસની 1, પંપ મેનની 6માંથી 6, ઓડિટરની 1, ટેક્સ ઇન્સ્પેક્ટરની 1 અને મુકાદમની 1 જગ્યા ખાલી છે.
આ ઉપરાંત, સફાઈ કામદારોની 30માંથી 22, ડ્રાઇવરની 5માંથી 4, ક્લીનરની 4માંથી 4, હાઈડ્રોલિક એન્જિનિયરની 1, વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન 1, ફાયર ઇન્સ્પેક્ટર 1, ફાયરમેનની 2માંથી 2, ટાઉન પ્લાનરની 1 અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરની 1 જગ્યા પણ ખાલી છે.
Post Views: 106



