best news portal development company in india

ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ 

 ભારત વિકાસ પરિષદ નો રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધનો કાર્યક્રમ તા. ૧-૮-૨૫ ના રોજ સ્વામી વિવેકાનંદ હોલમાં બપોરે બાર કલાકે ખૂબ સરસ રીતે યોજાયો ગયો આ પ્રસંગે પ્રમુખ મનીષભાઈ કોઠારી ,મંત્રી  હસમુખભાઈ પંચાલ, રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધાના સંયોજક સંજયભાઈ પારેખ, ઉપપ્રમુખ  હરેશભાઈ રામી, ડો. પરેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ ડો. હર્ષદભાઈ પટેલ, સેવા પ્રમુખ ડૉ. રોહિતભાઈ દેસાઈ,  શક્તિસિંહ સોલંકી,  વિનોદભાઈ પટેલ,  માલજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી શ સુરેશભાઈ પટેલ મહિલા પાંખના શ્રીમતી જાગૃતીબેન પારેખ, શ્રીમતી નીરૂબેન પંચાલ, દામાવાસ કંપા હાઇસ્કૂલના આચાર્ય દીપેશભાઈ પટેલ, નિર્ણાયક તરીકે વિષ્ણુભાઈ વૈધ તથા શૈલેષભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. 

આ પ્રસંગે સંસ્કૃતમાં પ્રથમ કન્યા સાક્ષરતા નિવાસી શાળા એક ખેડબ્રહ્મા, દ્વિતીય એચ કે પટેલ હાઇસ્કુલ ઊંચી ધનાલ અને તૃતીય ગલોડીયા પ્રાથમિક શાળાનો નંબર આવ્યો હતો. આ જ પ્રમાણે પ્રાથમિક વિભાગમાં પ્રથમ કન્યા સાક્ષરતા નિવાસી શાળા એક ખેડબ્રહ્મા, દ્વિતીય શ્રી એકતા ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીલ સ્કૂલ ઓફ એક્સલન્સ નવી મેત્રાલ અને તૃતીય ક્રમે મોડેલ સ્કૂલ આગિયા અને માધ્યમિક વિભાગમાં પ્રથમ પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખેડબ્રહ્મા એક દ્વિતીય શ્રી એનપી ધોળું જ્ઞાન તીર્થ વિદ્યાલય દામાવાસ કંપા અને તૃતીય ક્રમે એચ કે પટેલ હાઇસ્કુલ ઊંચી ધનાલ આવી હતી. વિજેતા બાળકોને શીલ્ડ તથા તમામ બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई