best news portal development company in india

ગુમ થયેલ બાળકને પરીવાર સાથે મિલન કરાવતું ખેડબ્રહ્મા પોલીસ પણ બાળક કોનુ એ અહીંયા વાંચો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ગુમ થયેલ બાળકને પરીવાર સાથે મિલન કરાવતું ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન

પોલીસ ખેડબ્રહ્માં બસ સ્ટેંડ નજીકથી એક અજાણ્યું બાળક ઉંમર વર્ષ આશરે ૫ નું એકલુ મળી આવતા જે બાળકને પો.સ્ટે. લાવી પ્રાદેશીક ભાષામાં પૂછપરછ કરી બાળક પોતાનું નામ અજય હોવાનું જણાવતો હોય તેમજ સરનામા અંગે ચોક્ક્સ માહીતી આપતો ન હોઇ, જેથી હ્યુમન સોર્સની મદદથી તેનો ફોટો સોશીયલ મીડીયા(વોટસઅપ) મારફતે સાબરકાંઠાક,બનાસકાંઠા તથા રાજસ્થાનના વોટસએપ ગ્રુપોમા વાયરલ કરી માહીતી મેળવવાનો પ્રયત્ન કરી તેના વાલીવારસો ખેડવા ગામના સાયબાભાઇ ગલજીભાઇ ગમાર રહે.ખેડવા તા-ખેડબ્રહ્માં ના હોવાનુ જાણવા મળતા તેઓનો સંપર્ક કરી પો.સ્ટે. લાવતા સદર હું બાળક પોતાનો પૌત્ર અજય ઇશ્વરભાઇ ગમાર રહે.ખેડવા,તા-ખેડબ્રહ્માંનો હોવાનું જણાવતા તેઓની પાસેથી જરૂરી આધાર પુરાવા જોઈ બાળકને સહિ સલામત તેના વાલી વારસોને સોંપવામાં આવેલ છે.

 

 

 

 

Najar News
Author: Najar News

Leave a Comment