પોલીસ સ્ટેશન ધ્વારા રઘુછાયા હોટલ ખેડબ્રહ્મા ખાતે સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો
તાલુકના મોટી સંખ્યા મા સરપંચો હાજર રહ્યા

ખેડબ્રહ્મા પો.સ્ટે.વિસ્તારમાં સરપંચશ્રી નાઓ હાજર રહેલ અને કાર્યક્રમમાં અત્રેના પો.સ્ટે.ના જવાબદાર અધિકારી/પોલીસ સ્ટાફ ધ્વારા વિવિધ મુદ્દા જેવા કે,સમગ્ર જીલ્લામા પોલીસ ધ્વારા થયેલ સારી કામગીરી સાયબર અવેરનેસ ઓનલાઇન છેતરપીંડી,સાવચેતી ,ટ્રાફીક અવેરનેસ માર્ગ- સલામતી અકસ્માત- નિવારણ,શી ટીમની કામગીરી,નવા કાયદા અંગેની જાણકારી,ગ્રામ કક્ષાએ સીસીટીવી કેમેરા સ્થાપન માટે માર્ગદર્શન,મેન્ટર કાર્યક્રમ અંગેની જાણકારી,તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી, ડ્રગ્સ નિવારણ અંગે ચર્ચા કરવામા આવેલ તેમજ તમામ સરપંચશ્રી નાઓની પ્રશ્નોત્તરી કરેલ,તમામ સરપંચશ્રી નાઓનું Whatsapp ગ્રુપની ચકાસણી તેમજ ગ્રુપ ફોટો લેવામા આવેલ.અને છેલ્લે આભારવિધી કરી સદર કાર્યક્રમ પુર્ણ કરવામા આવેલ.



