ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર સર્જાયો અકસ્માત
પ્રાંત અધિકારી એ કરી ઉમદા મદદ
| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના હાઇવે પર પદયાત્રી ઉમટી પડ્યા છે ત્યારે શહેરના ઉંડવા પાસે બાઇક અને કાર વચ્ચે અસ્કામાત થયો હતો અને બાઇક સવારને ઇજાઓ પહોચી હતી. તે સમયે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી આવતા હોય ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે પોતાની ગાડીમાં લઈ ગયા હતા
ખેડબ્રહ્મા હાઇવે પર હાલમાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્માના વાસણા રોડ પર રહેતા પ્રગ્નેશભાઈ પટેલ અને તેમનો પુત્ર બાઇક નબર GJ 09 33 A 0652 લઈ ઉંડવા પાસે કાર નંબર GJ 09 BL 6699 સાથે અસ્કામત થયો હતો જેમાં પ્રગ્નેશભાઈ પટેલને ઇજાઓ પહોચી હતી અને અકસ્માત થતાં ટોળાં વળ્યા હતા તે સમયે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી એન.ડી.પટેલ હીમતનગરથી પરત આવતા હતા ત્યારે અસ્કમાત અંગે તપાસ કરતાં એમ્બ્યુલસની આવવાની વાર હોય તેમને પિતા પુત્રને પોતાની ગાડીમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાર પ્રગ્નેશભાઈને ઇજાઓ વધુ હોય સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા હતા



