best news portal development company in india

વડાલી મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વડાલી મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

વડાલી શહેરની મામલતદાર કચેરી ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધસાંદુ ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ સાથે અરજદારોની ઉપસ્થિતમાં ૧૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રીના ઓનલાઈન-ઓફલાઇન જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત ની શરૂઆત ૧૪ એપ્રિલ ૨૦૦૩ ના રોજ તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ હતી.વડાલી મામલતદાર કચેરીમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધસાંદુ ની અધ્યક્ષતામાં યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં અલગ-અલગ ૧૪ પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરાયો હતો. લોકોની સમસ્યાઓ જેવી કે, જમીન દબાણ,પાણી ની સમસ્યા,રોડ-રસ્તા,ગેસ કનેક્શન,વીજ લાઈન જેવા અલગ-અલગ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કલેકટર જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધસાંદુ, પ્રાંત અધિકારી રોનક પટેલ,વડાલી મામલતદાર હર્ષ પરમાર,વિવિધ વિભાગના અધિકારીઓ સહિત વડાલી તાલુકા વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई