best news portal development company in india

એ સી.બી એ કરી સફળટ્રેપ  એક દિલ્હી ના પોલીસ કર્મી ,ક્રાઇમ બ્રાન્ચ, ના સહીત અન્ય બે વિરુદ્ધ ગુનો નોધાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી એ કરી સફળટ્રેપ  એક દિલ્હી ના પોલીસ કર્મી ,ક્રાઇમ બ્રાન્ચ, ના સહીત અન્ય બે વિરુદ્ધ ગુનો નોધાયો

ફરીયાદી એક જાગૃત નાગરીક
આરોપી  (૧) શીવકુમાર (ASI) , બેલ્ટ નં.૧૫૧/. SB, NR-II , સેકટર-૧૮,ક્રાઇમ બ્રાન્ચ, દીલ્હી.
(૨) ચીત્રેશ ભુપેન્દ્રભાઇ સુતરીયા (પ્રજાજન),રહે.૨૦૬,જાનકી ફ્લેટ,પરીમલ ક્રોસીંગ,પાલડી,અમદાવાદ
 (૩)સંજય પટેલ (પ્રજાજન), રહે.ભાગવત વીધ્યાપીઠ ની પાછળ,અમદાવાદ
ટ્રેપ ની તા.૧૪/૧૧/૨૫
લાંચ ની માંગણી ની રકમ : ૧૦,૦૦,૦૦૦/- લાખ
લાંચ ની સ્વીકારેલ રકમ :૧૦,૦૦,૦૦૦/-
લાંચ ની રીકવર કરેલ રકમ : ૧૦,૦૦,૦૦૦/-
ટ્રેપ નું સ્થળ  ફરીયાદી ની ગાડી માં , ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ની બહાર , પાલડી ભઠ્ઠા,
આ કેસ ની ટુંકી વિગત
        આ કામ નાં ફરીયાદી વીઝા કન્સલ્ટન્ટ નું કામ કરે છે. ગઇ તા.૨૯/૦૭/૨૫ નાં રોજ તેઓ સી.જી.રોડ ખાતે આવેલ “ ઓમ ગ્લોબલ ટુર્સ એન્ડ વીઝા કન્સલટન્ટ “ ની ઓફીસે હાજર હતા તે દરમ્યાન આ ઓફીસ માં દીલ્લી ક્રાઇમ બ્રાન્ચ ની રેડ પડેલ હતી , તેમા ઓફીસ અને ફરીયાદી ની ગાડી ની ઝડતી કરેલ હતી અને ઓફીસ માંથી બે લેપટોપ તથા બે પ્રીન્ટર અને ફરીયાદી નાં કુલ-૧૭ પાસપોર્ટ વોલેટ,આધારકાર્ડ,એ.ટી.એમ કાર્ડ,અસલ ડ્રાઇવીંગ લાયસન્સ,અસલચુંટણી કાર્ડ,અસલ પાનકાર્ડ, બે ચેકબુક અને રૂ.૨૦,૦૦૦/- રોકડા લઇ લીધેલ હતા, ત્યાર બાદ દીલ્લી ક્રાઇમ બ્રાન્ચ નાં ગુના નં.૧૮૭/૨૫ માં સહઆરોપી તરીકે ફરીયાદી નું નામ ખુલતુ હોવાનો આરોપ મુકી ફરીયાદી તથા “ ઓમ ગ્લોબલ ટુર્સ “ નાં માલીક ને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા. ત્યાં લઇ જઇ બન્ને ને પોલીસ સ્ટેશન ની બહાર બેસાડી રાખેલ હતા.
               તે દરમ્યાન આરોપી નં-૧ નાએ તેમના મીત્ર સંજય પટેલ ને બોલાવી લીધેલ અને “ ઓમ ગ્લોબલ ટુર્સ “ નાં માલીકે તેમના મીત્ર ચીત્રેશ સુતરીયા ને બોલાવી લીધેલ હતા , આ ચીત્રેશ સુતરીયા અને સંજયપટેલ બન્ને એકબીજા ને પહેલાથી ઓળખતા જ હતા, ત્યાર બાદ આ બન્ને એ મધ્યસ્થી કરીને ફરીયાદી અને “ઓમ ગ્લોબલ ટુર્સ” નાં માલીક ને તાત્કાલીક છોડાવેલ હતા,અને આરોપી નં- ૧ નાએ ફરીયાદી અને “ઓમ ગ્લોબલ ટુર્સ” નાં માલીક ને નિવેદન લખાવવા દીલ્લી મુકામે હાજર રહેવા માટે નોટીસ આપેલ હતી. અને ઓફીસ માંથી અને ફરીયાદી ની ગાડી માંથી કબ્જે લીધેલ દસ્તાવેજો તેમની સાથે લઇ ગયેલ હતા.
      ત્યાર બાદ, ફરીયાદી દીલ્લી મુકામે જઇ આરોપી નં.૧ ને મળતાં ,આરોપી નં-૧ નાએ ઉપરોક્ત ગુના માં આરોપી તરીકે ફરીયાદી નું નામ નહી ખોલવા અને કબજે લીધેલ અસલ દસ્તાવેજો પરત આપવા નાં બદલા માં ફરીયાદી પાસે રૂપીયા “એક કરોડ “ ની લાંચ ની માંગણી કરેલ હતી અને તે નાણાં બાબતે આરોપી નં-૨ અને ૩ ની સાથે જ વાત કરવા જણાવેલ હતું .
     ત્યાર બાદ આરોપી નં.૨ અને ૩ દ્વારા સતત નાણાં ની માંગણી ચાલુ રહેલ હતી ,પરંતુ ફરીયાદી પાસે આટલી મોટી રકમ ની વ્યવ્સ્થા થયેલ નહી , જેથી તેઓએ આરોપીઓ ને નાણાં આપેલ નહી જેથી આરોપી નં-૧ ના એ દીલ્લી ક્રાઇમ બ્રાન્ચ નાં ઉપરોક્ત ગુના માં આરોપી નું નામ સહઆરોપી તરીકે ખોલી નાંખેલ અને ફરીયાદી ને ભાગેડું જાહેર કરી ચાર્જશીટ દાખલ કરી દીધેલ હતી, પરંતુ ચાર્જશીટ માં ફરીયાદી નાં કબજે લીધેલ દસ્તાવેજો નો ઉલ્લેખ કરેલ નહી.
     ત્યાર બાદ, ત્રણેય આરોપીઓ એ એકબીજાનાં મેળાપીપણા ઉપરોક્ત ગુના ની ચાર્જ્શીટ માંથી ભાગેડું આરોપી તરીકે ફરીયાદી નું નામ કઢાવી આપવા અને ફરીયાદી નાં અસલ દસ્તાવેજો પરત અપવા નાં બદલા માં ફરીયાદી પાસે રૂ.૮૦,૦૦,૦૦૦/- ની માંગણી કરી , તે પૈકી રૂ.૧૦,૦૦,૦૦૦/- એડવાન્સ માં અને બાકીનાં નાણાં અસલ દસ્તાવેજો પાછા મળીજાય અને ચાર્જ્શીટ માંથી ભાગેડું આરોપી તરીકે નામ નીકળી જાય ત્યાર બાદ આપવા નું નક્કી કરેલ હતું .
    પરંતુ ફરીયાદી આ લાંચ ના નાણાં આપવા ઇચ્છતા ન હોઇ એ.સી.બી ઓ સંપર્ક કરી ફરીયાદ આપતા, આજ રોજ લાંચ નાં છટકા નું આયોજન કરવા માં આવેલ હતું , અને લાંચ નાં છટકા દરમ્યાન આરોપી નં-૨ ચીત્રેશ સુતરીયા એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ના નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે.
ટ્રેપીંગ અધિકારી :
શ્રી એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ
સુપરવિઝન અધિકારી :
શ્રી એ.વી.પટેલ
મદદનિશ નિયામક ,
 ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ),

એ.સી.બી. અમદાવાદ.

Najar News
Author: Najar News

Leave a Comment