best news portal development company in india

લાંચીયો સીનિયર ક્લાર્ક 70000 ની લાંચ લેતા ઝડપાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી.ની સફળ ટ્રેપ

ફરીયાદી  : એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે 

 

*આરોપી* : (૧) સંતોષભાઇ ભગવાનભાઇ સોનવણે ઉ.વ.૪૮, હોદ્દો.સિનિયર ક્લાર્ક, વર્ગ-૩, કઠોર સબ ડિવીઝન, દ.ગુ.વીજ. કંપની, કઠોર, સુરત 

(૨) ભરતભાઇ રમણીકભાઇ સાવલીયા, પ્રજાજન (લેબર કોન્ટ્રાક્ટર) 

ગુનો બન્યા* : તા.૦૩/૧૨/૨૦૨૫ 

લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૭૦,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૭૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૭૦,૦૦૦/-

ગુનાનુ સ્થળ* : સ્વાગત નર્સરીમાં, કામરેજ ટોલનાકાની બાજુમાં, તા.કામરેજ, જી.સુરત 

ગુનાની ટુંક વિગત* : આ કામના ફરીયાદીએ પોતાની માલિકીની જમીનમાં કોમર્શીયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે દ.ગુ.વીજ કંપની લિ. કઠોર સબ ડિવીઝનની કચેરી ખાતે અરજી કરેલ.   જે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપી નં.(૧) નાએ ફરિયાદી પાસે રૂ.૭૦,૦૦૦/- લાંચની માંગણી કરી. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ.   જે ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરેલ તે લાંચના છટકા દરમ્યાન આરોપી નં.(૧) નાએ આરોપી નં.(૨)ને લાંચની રકમ લેવા મોકલતા, આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારી, બંન્ને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.ટ્રેપીંગ અધિકારી શ્રી આર.કે.સોલંકી, પો.ઇન્સ., સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી* શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई