best news portal development company in india

ગ્રામ રોજગાર સેવક (કરાર આધારીત), મનરેગા શાખા, તાલુકા પંચાયત કચેરી, લાંચ લેવા ઝડપાયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ

 

ફરીયાદી : એક જાગૃત નાગરીક  ની ફરીયાદ ના આધારે

આ કેસ આરોપી  ઓ (૧) અનુસુયાબેન W/O હેમંતભાઇ પટેલ, ઉ.વ.૪૭, હોદ્દો. ગ્રામ રોજગાર સેવક (કરાર આધારીત), મનરેગા શાખા, તાલુકા પંચાયત કચેરી, સુબીર, તા.વઘઇ, જી.આહવા-ડાંગ (૨) હેમંતભાઇ વિનુભાઇ પટેલ(પ્રજાજન) ઉ.વ.૪૦, ધંધો-ખેતી

ગુનો બન્યા: તા.૦૪/૧૨/૨૦૨૫ 

લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૩૨,૮૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૩૨,૮૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૩૨,૮૦૦/-

ગુનાનુ સ્થળ* : સુબીર તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલ વિપુલભાઇ ગામીતની દુકાન પાસે ગુનાની ટુંક વિગત: આ કામના ફરીયાદીએ તેમના ગામના ચાર અરજદારોના મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલીંગના કામકાજ માટે ફાઇલ તૈયાર કરી વહિવટી મંજુરી માટે સુબીર તાલુકા પંચાયત કચેરી મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવકને મળતા તેઓએ વહિવટી મંજુરી માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે એક અરજદારના રૂ.૮,૨૦૦/- લેખે ચાર અરજદારોના મળી કુલ્લે રૂ.૩૨,૮૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ.     જે ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરેલ તે લાંચના છટકા દરમ્યાન ફરીયાદી આરોપી નં.(૧) ને મળતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નં.(૧) નાઓએ લાંચના રૂ.૩૨,૮૦૦/- તેમના પતિ આરોપી નં.(૨) નાઓને આપવા જણાવી જે લાંચની રકમ આરોપી નં.(૨) નાએ સ્વીકારી, બંન્ને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપીંગ અધિકારી  શ્રી જે.આર.ગામીત, પો.ઇન્સ., વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई