એ.સી.બી એ કરી સફળ ટ્રેપ
- એક જાગૃત નાગરીક ની ફરીયાદી:- ના આધારે
આરોપીઃ- (૧) રવિકુમાર સુરેશકુમાર જાંગીડ, ઉ.વ.૩૮, આસીસ્ટન્ટ એકાઉન્ટ ઓફીસર, વર્ગ-૨,ઝોનલ એકાઉન્ટ ઓફીસ, મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ, રાજકોટ રહે.રાજકોટ
(૨)શેલેષ કે.ચોહાણ, નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સપેકટર, રહે.૬-જુલેલાલ સોસાયટી, એસ.પી.ઓફીસની બાજુની શેરી, જ્યુબેલી સર્કલ ભુજ
(૩) અક્ષયભાઇ શેલેષભાઇ વાગડીયા, ઉ.વ.૩૩, કન્ટીજન પટાવાળા, ઇન્કમટેક્ષ ઓફીસ, અમુતા એસ્ટેટ, ગીરનાર ટોકીઝ પાસે, રાજકોટ રહે.રાજકોટ.
ટ્રેપની ની તારીખ : ૩૦/૦૧/૨૦૨૬
લાંચની માંગણીની રકમ: રૂા.૪૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂા.૪૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂા.૪૫,૦૦૦/-
ટ્રેપ નું સ્થળ : બજરંગ ઇમીટેશન દુકાન પાસે, ગીરનાર ટોકીઝ પાસે, ઇન્કમટેક્ષ ઓફીસની સામે
આ કેસ ની ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદીશ્રીનું ચાર લાખ એરીયસ બીલ મંજુર કરવા આક્ષેપીત નં.૧ નાઓએ એરીયસ બીલ મંજુર કરવા બીલના 20% લેખે એંસી હજારની લાંચની માંગણી કરેલ. જે રકઝકના અંતે પંચાસ હજાર આપવાનું નક્કી કરવામાં આવેલ. જેમા ફરિયાદીશ્રી પાસે આક્ષેપીત નં.૧ નાઓએ અગાઉ એડવાન્સમા પાંચ હજાર લીધેલ અને બાકીના પીસ્તાલીસ હજાર તા.૨૯/૦૧/૨૦૨૬ ના રોજ આપવાનુ નક્કી થયેલ. પરંતુ આક્ષેપીત નં.૧નાઓ કોઇપણ કારણસર રૂપીયા લીધા નહી અને આક્ષેપીત નં.૨ નાઓને ફોન પર હેતુલક્ષી વાતચીત કરી હવાલો આપેલ. ત્યારબાદ આજરોજ આરોપી નં.૨ નાઓએ આરોપી નં.૩ ને ફોન કરી ફરીયાદીનો સંપર્ક કરી લાંચના નાણા લેવાનો વાયદો કરેલ.
પરંતુ ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.૩ નાઓએ પંચ-૧ ની હાજરીમાં લાંચની રકમ રૂા.૪૫,૦૦૦/- હજાર છટકા દરમ્યાન સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી:
શ્રી આર.આર.સોલંકી,
પોલીસઇન્સ્પેક્ટર
એ.સી.બી. પો.સ્ટે, રાજકોટ શહેર
સુપર વિઝન અધિકારી:
*શ્રી જે.ડી.મેવાડા,*
મદદનિશ નિયામક
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
ઈન્ચાર્જ અધિકારી:
*શ્રી બલદેવસિંહ વાઘેલા*
નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ



