સ્
ખેડબ્રહ્મામાં નવા રોડનું ખાતમુહૂર્ત
વોર્ડ 4માં બાંધકામ સમિતિના ચેરમેન સુમિત રાવલે ખાતમુહૂર્ત કર્યું.
ભાજપ શાસિત ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર ચારના ભક્તિનગર વિસ્તારમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત બાંધકામ સમિતિના ચેરમેન સુમિતભાઈ રાવલના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે દિવાબત્તી મહિલા સમિતિના ચેરમેન અને નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી હંસાબેન નાઈ સહિત વોર્ડ નંબર 4ના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
Author: Najar News
Post Views: 92








Total Users : 782216
Total views : 33761466