સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મટોડા પાસેથી ₹11,59,000 ના ગાંજા સાથે બે ને જડપયા 
સ્થાનિક બીટ પોલીસ ઉંઘતી ઝડપાઇ ખેડબ્રહ્મા
સ્ટેટ મોનિટરિંગ સેલ અમદાવાદને બાતમી મળી હતી કે રાજસ્થાનના કેટલાક ઈસમો ગાંજો લઈ ખેડબ્રહ્મા તરફ આવી રહ્યા છે જે આધારે એસએમસીએ મટોડાથી ડૉડીવાળા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ગાંજા સાથે બે ઈસમને ઝડપી પાડ્યા હતા
રાજસ્થાનના મહેશ બાબુમહેતા ગમાર અને તેજ શંકર બાબુહીરા ગમાર ગત 7 ફેબ્રુઆરીના રોજ
ઇકો કાર નંબર GJ 16 AV 1317 માં કોટડા તરફથી આવી રહ્યા હતા ત્યારે એસએમસીએ ડોડીવાળા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી વોચ ગોઠવેલ ત્રણ રસ્તા પાસે ઇકો કાર આવતા ગાડી ચાલકે પોલીસને જોઈ જ હતા ઇકો કાર રસ્તાની સાઈડમાં ઉતારી ભાગવા જતા પોલીસે બંને પકડી પાડ્યા હતા અને તપાસ કરતા ઇકો કારની પાછળની સાઈડમાં પ્લાસ્ટિકની ચાર થેલીઓમાં વાનસ્પતિક પદાર્થ ભરેલ હતો જે થેલીઓ ખોલતા ગંધ આવતા આ બાબતે પૂછતા તેઓએ ગાંજો હોવાનું જણાવેલ હતું જેથી પોલીસે પાસ પરમિટ માંગતા તેમની પાસે ના હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ કરતા આ ગાંજો છ દિવસ પહેલા મામેર તાલુકામાંના મેગારામ બામણીયા પાસેથી 10 કિલો તથા કોટડા ચીખલી થી વિજય પારગી પાસેથી 8 કિલો અને ઈશ્વરભાઈ પારગી પાસેથી 6 કિલો ગાંજો ખરીદેલ હતો અને ખેડબ્રહ્મા તરફ લઈ આવી રહ્યા હતા જેથી પોલીસે વગર પાસ પરમીટી માદક પદાર્થ સાથે પકડી પાડી બંને ઈસમો સહિત ગાંજો પૂરો પાડનાર ત્રણ ઈસમો મળી કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કુલ 23.180 kg ગાંજો કિંમત રૂપિયા 11,59,000 ઈકો કાર 500000 એક બાઈક 75000 તથા ત્રણ મોબાઈલ 10,500 મળી કુલ 1744500 નો મુદ્દા માલ પકડી પાડી ગુન્હો નોંધ્યો હતો.








Total Users : 782216
Total views : 33761466