best news portal development company in india

ડિસ્લેટિંગ મશીન 15 દિવસથી વધુ સમયથી નગરપાલિકા હસ્તક હોવા છતાં, તે આજદિન સુધી નંબર પ્લેટ વગર

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા નગરપાલિકાને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) તરફથી ગટર વિભાગ માટે ડિસ્લેટિંગ મશીન મળ્યું છે. તારીખ 30 જાન્યુઆરી, 2026 ના રોજ આ મશીન પ્રાપ્ત થયું હતું, જેનું નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયંકા ખરાડીના હસ્તે પૂજાવિધિ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જોકે, આ ડિસ્લેટિંગ મશીન 15 દિવસથી વધુ સમયથી નગરપાલિકા હસ્તક હોવા છતાં, તે આજદિન સુધી નંબર પ્લેટ વગર ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારોમાં કામગીરી કરી રહ્યું છે. નંબર પ્લેટ વગર વાહન ચલાવવાથી ભવિષ્યમાં કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.

આ અંગે ખેડબ્રહ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્ર પટેલનો સંપર્ક સાધતા, તેમણે જણાવ્યું હતું કે નંબર પ્લેટ લગાવવાની જવાબદારી GUDCની હોય છે. તેમણે ઉમેર્યું કે હાલમાં આ વાહનો નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ડેમો માટે આપવામાં આવ્યા છે અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ગાડીઓનો ડેમો આપવામાં આવી રહ્યો હતો, ત્યારે કંપનીના કોઈપણ કર્મચારીઓ સ્થળ પર હાજર ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई