ખેડબ્રહ્મામાં કન્યા વિદ્યાલય આગળ રોજ ચોમાસા જેવો માહોલ
| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારમાં આવેલ પટેલ સોસાયટીમા કન્યા વિધાયલય આવેલ છે જે રોડ ઉપર દરરોજ પાણીની રેલમછેલ હોઈ રોજ ચોમાસા જેવો માહોલ હોય છે. કન્યા વિદ્યાલયની સામે પટેલ સોસાયટીના મકાન આવેલ છે જે મકાનોમાંથી દરરોજ પાણી રોડ પર વહીને છેક મામલતદાર કચેરી સામે હાઇવે સુધી આવે છે. જને લઇ શાળામાં આવતા બાળકોને અને વૃદ્ધ લોકોને ભારે મુશ્કેલી પડે છે.
ગંદકીના કારણે લોકોને ઠેકડા મારી ને જવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ રહી છે. સોસાયટીના મકાનોમાંથી નિયમિત પાણીનો બગાડ કરવમાં આવી રહ્યો છે. નગરપાલિકા ઘ્વારા ગંદકી બાબતે કોઈ કાર્યવાહી કરવમાં ના આવતી હોવાંની બુમો ઉઠવા પામી છે.
Author: Najar News
Post Views: 65








Total Users : 782216
Total views : 33761466