ખેડબ્રહ્મા પાલિકાના ભાજપના સભ્યોની સંકલન બેઠક મળી
નગરપાલિકા પ્રમુખ વિશ્વાસમાં લીધા વગર કામ કરતા હોવાની રજુઆત
| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલ સદસ્યોની સંકલનની બેઠક શુક્રવારના રોજ સર્કિટ હાઉસ ખેડબ્રહ્મા ખાતે શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટની આગેવાનીમાં યોજાઈ હતી જેમાં નવીન શહેર પ્રભારી રવીન્દ્રભાઈ બારોટ તેમજ સાબરકાંઠા જિલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલની પરિચય બેઠક પણ મળી હતી. આ બેઠકમા શહેર પ્રભારી, જિલ્લા ઉપપ્રમુખ અને
નગરપાલિકા સદસ્યો તથા હોદ્દેદારો હાજર રહયા હતા. બેઠક દરમ્યાન પાલિકાના સદસ્યોએ પોતાની રજૂઆતો કરી હતી જેમાં મોટાભાગનાએ એક સુરમાં પાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણયો કરતા હોવાનું જણાવામાં આવ્યું હતું. જેને લઇ ઉપસ્થિત પ્રભારી અને ઉપપ્રમુખ ઘ્વારા તમામને સદસ્યોને સંકલનમાં રહી કામ કરવા જણાવ્યું હતું અને ભૂતકાળમાં કોઈ વોર્ડમાં ઓછું કામ થયું હોય તો આગામી સમયમાં સરભર કરી લેવા જણાવવમાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ વિશ્વાસમાં લીધા વગર કામ કરતા હોવાની વાતો એકાદ માસથી ચર્ચાતી હતી જે આજે બહાર આવી હતી અને ભવિષ્યમાં ફરી વિરોધ ઉભો થવાની શક્યતાઓ રહેલી છે








Total Users : 782214
Total views : 33761463