best news portal development company in india

વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી

મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી વડાલી વડાલી પોલીસ.પો.ઇન્સ ડી.આર.પઢેરીયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આરોપી ઓ ને  પકડવા ના સતત કાર્યરત હતા.

તે દરમિયાન વડાલી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટોલીંગ મા હતા તે દરમ્યાન અ.હે.કો હિરણસિંહ જગતસિંહ બ.ન ૩૫૪ તથા અ.પોકો નરેશભાઈ મોતીભાઈ બ.ન ૯૭૭ નાઓને ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે વડાલી તાલુકાના હાથરવા ગામે પીકઅપ સ્ટેન્ડ આગળ એક મીણીયાના કોથળામા કેબલ વાયર ભરી ઉભા છે જે હકીકત આધારે પોલીસ સ્ટાફના બીજા માણસો સાથે હાથરવા ગામના પીકઅપ સ્ટેંડ આગળ જતા બે અજાણ્યા ઈસમો ઉભેલ હોઈ તેઓને પકડી તેઓના નામઠામ પુછતા પોતે પોતાનુ નામ (૧)ચેતનભાઈ બાબુભાઈ ગમાર ઉ.વ ૨૦ રહે ગોપીપળા તા કોટડા જી ઉદેપુર (રાજ).તથા (૨)લક્ષ્મણભાઈ ઉજમાભાઈ ગમાર ઉ.વ ૨૨ રહે ગૌપીપળા તા કોટડા જી ઉદેપુર (રાજ).ના હોવાનુ જણાવતા હોઈ સદરી ઈસમો પાસે રહેલ મીણીયાના કોથળામા જોતા અંદર કેબલ વાયર બળેલ હાલતમા જણાતા સદરી કેબલ વાયર બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા સદર કેબલ વાયર હાથરવા ગામની સીમમા આવેલ ખેતરમાથી ચોરી કરી હોવાની કબુલાત કરતા હોઈ સદરી બાબતે તપાસ કરતા વડાલી પોલીસ સ્ટેશન ખાતે કેબલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો દાખલ થયેલ હોઈ જે ડીટેક્ટ કરવામા સફળતા મળેલ છે.
ડીટેક્ટ કરેલ ગુનાઓ
(૧) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૬૦૩૦૬/૨૦૨૬ તા.૩૧/૦૩/૨૦૨૬ બી.એન .એસ ક.
૩૦૩ મુ૪૭
કબ્જે કરેલ મુદ્દામાલ
કેબલ વાયર ૫૦ ફુટ કિંમત રૂ.૭૦૦૦ /-
આરોપીઓના નામ
(૧)ચેતનભાઈ બાબુભાઈ ગમાર ઉ.વ ૨૦ રહે ગૌપીપળા તા કોટડા જી ઉદેપુર (રાજ).
(૨)લક્ષ્મણભાઈ ઉજમાભાઈ ગમાર ઉ.વ ૨૨ રહે ગૌપીપળા તા કોટડા જી ઉદેપુર (રાજ)
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
(૧)ચેતનભાઈ બાબુભાઈ ગમાર ઉ.વ ૨૦ રહે ગૌપીપળા તા કોટડા જી ઉદેપુર (રાજ)
(૧)વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૫૦૨૫૯/૨૦૨૫ બી.એન .એસ ક. ૩૦૩ મુજબ
(૨)ખેડબ્રમા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૫૦૪૦૧/૨૦૨૫ બી.એન .એસ ક. ૩૦૩ મુજબ
આમ અનડીટેક્ટ રહેલ ગુનાને ડીટેક્ટ કરવામા વડાલી પોલીસને સફળતા મળેલ છે સદર આરોપીને પકડી ઉપરોક્ત ગુનાના કામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. તા.૦૧/૦૪/૨૦૨૬
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
Najar News
Author: Najar News

Leave a Comment