એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી* – એક જાગૃત નાગરીક
આક્ષેપીત- વિજયકુમાર બાબુલાલ મીના, મદદનીશ ઇજનેર,ઇલેકટ્રીક શાખા, સેન્ટ્રલ પબ્લીક વર્ક ડીપાર્ટમેન્ટ, જામનગર (વર્ગ-૨)
ટ્રેપ ની તા.૦૨/૦૪/૨૦૨૬
*લાંચની માંગણીની રકમઃ* – રૂા.૪,૫૨,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમઃ* – રૂા.૪,૫૨,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમઃ* – રૂા.૪,૫૨,૦૦૦/-
*ટ્રેપનું સ્થળઃ* –
આક્ષેપીતની ચેમ્બર સેન્ટ્રલ પબ્લીક વર્ક ડીપાર્ટમેન્ટની કચેરી, ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી કેમ્પસ, જામનગર
*ટૂંક વિગત* :-
આ કામના ફરીયાદીશ્રીના મીત્રની જીલ્લાના લાખાબાવડ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર તથા ડબ્લ્યુ.એચ.ઓ. દ્વારા સયુંકતમાં નવનિર્માણ થઇ રહેલ દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઇલેકટ્રીકની કામગીરી તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્ર ખાતે ઇલેકટ્રીક સરસામાન ફીટીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાકટ મળેલ હોય, જે ઇલેકટ્રીક કામગીરીના બીલ મંજુર કરવા પેટે ફરીયાદીશ્રીના મીત્ર સાથે આક્ષેપીતે રૂબરૂમાં લાંચની માંગણી કરેલ હોય, જે લાંચની રકમ ફરીયાદીશ્રીના મીત્ર આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ સેન્ટ્રલ પબ્લીક વર્ક ડીપાર્ટમેન્ટની કચેરી, ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી કેમ્પસ, જામનગર ખાતે આક્ષેપીતની ચેમ્બરમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીતએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૪,૫૨,૦૦૦/- ફરીયાદીશ્રી પાસે માંગી, સ્વીકારી ફરીયાદીશ્રીના મીત્ર સાથે લાંચની રકમ મળ્યા અંગે મોબાઇલ ફોન ઉપર કબુલાત કરી ઝડપાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
*ટ્રેપીંગ અધિકારી* :
શ્રી આર.એન.વિરાણી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ
*સુપરવિઝન અધિકારી* :
શ્રી જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.
*ઇન્ચાર્જ અધિકારી* :
શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ.








Total Users : 782212
Total views : 33761461