એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ
એક જાગૃત ફરીયાદી નાગરીક ની ફરીયાદ ના આધારે
આક્ષેપીત નં.(૧) મુકેશકુમાર મનબોધ્ધ કુમાર, ઉ.વ.૪૩, સુપ્રીન્ટેન્ડન્ટ, સી.જી.એસ.ટી., ડીવીઝન-૧, રેન્જ-૫, રાજકોટ
આક્ષેપીત નં.(૨) આકાશ રમેશભાઇ કલોલીયા, ઉ.વ.-૩૩, ધંધો-ટેક્ષ કનસ્લટન્ટ, રહે.રાજકોટ
આ ટ્રેપ ની તા.૨૮/૦૪/૨૦૨૬
લાંચની માંગણીની રકમઃ- રૂા.૨૦,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૨૦,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૨૦,૦૦,૦૦૦/-
આ ટ્રેપનું સ્થળઃ-
ક્રીએટીવ કોમ્પ્લેક્ષ, એસ.ટી. બસ સ્ટેશન પાછળ, રાજકોટ

આ કેહ ની ટૂંક વિગત
આ કામના ફરીયાદીશ્રી વિરૂધ્ધ સી.જી.એસ.ટી. કચેરીમાં જી.એસ.ટી. ન ભરવા તથા ખોટા બિલ બનાવવા બાબતે થયેલ અરજીની પતાવટ કરવા અને મોટો કેસ નહી કરવાના અવેજ પેટે આક્ષેપીત નં.(૧) એ ફરીયાદીશ્રી પાસે રૂા.૨૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે રૂા.૨૦,૦૦,૦૦૦/- આક્ષેપીત નં.(૨) ને આપી દેવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીત નં.(૧) વતી આક્ષેપીત નં.(૨) એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૨૦,૦૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસે માંગી, સ્વીકારી બન્ને આક્ષેપીતો ઝડપાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :
શ્રી એ.એ.ખોખર, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેર તથા રાજકોટ શહેર એ.સી.બી.સ્ટાફ
મદદમા રહેનાર અધિકારી :
શ્રી પી.એ. દેકાવાડીયા, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી ફિલ્ડ રાજકોટ એકમ રાજકોટ
સુપરવિઝન અધિકારી :
શ્રી જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.
ઇન્ચાર્જ અધિકારી :
શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ.



