વરસાદ ખેંચાતા ખેડબ્રહ્મામાં પર્જન્ય યજ્ઞનું આયોજન રામેશ્વર મહાદેવ મંદિરે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા સર્વજન પ્રાર્થના

ખેડબ્રહ્મામાં વરસાદ ખેંચાતા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા અને સારા વરસાદ માટે સમસ્ત નગરવાસીઓ દ્વારા આ પ્રાર્થના કરવામાં આવી રહી છે.છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતો, પશુપાલકો અને સમગ્ર જનજીવન ચિંતિત છે. ખેતરોમાં પાણીની અછત વર્તાઈ રહી છે અને મેઘરાજાની કૃપાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સમસ્ત ખેડબ્રહ્મા નગરવાસીઓએ દેવરાજ ઇન્દ્રદેવ અને શ્રી રામેશ્વર મહાદેવની કૃપા મેળવવા માટે આ પવિત્ર પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં સારો અને પૂરતો વરસાદ વરસે તે છે. આ યજ્ઞનું આયોજન 20 જુલાઈ, 2026 (સોમવાર) ના રોજ સવારે 8:00 વાગ્યાથી સાંજે 04 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સ્થળ શ્રી રામેશ્વર મહાદેવ શિવાલય, રામેશ્વર નગર, ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા, ગુજરાત છે.સમગ્ર નગરવાસીઓને આ યજ્ઞમાં સહભાગી થવા અને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જેથી ઇન્દ્રદેવ પ્રસન્ન થાય અને સમગ્ર વિસ્તારમાં જીવનદાયી વરસાદ વરસે.



