વલસાડ ACBની મોટી કાર્યવાહી: લાંચ કેસમાં બે આરોપીઓની અટકાયત
વલસાડ:
લાંચ રુશ્વત વિરોધી શાખા (ACB) દ્વારા વલસાડ જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને લાંચના ગુનામાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વલસાડ ACB ની ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭(એ), ૧૨, ૧૩(૧)એ અને ૧૩(બી) હેઠળ ગુનો નોંધી પારડી તાલુકાના ઉદવાડા ગામના રહેવાસી સરોસ બહેરામ ઈરાની અને ધર્મિષ્ઠાબેન ઉમેશચંદ્ર પટેલની અટકાયત કરી છે.
આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી સરોસ બહેરામ ઈરાનીને જેલ કસ્ટડી (જ્યુડિશિયલ કસ્ટડી)માં મોકલવાનો હુકમ કર્યો છે, જ્યારે અન્ય આરોપી ધર્મિષ્ઠાબેન પટેલના ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ACBની આ સપાટાબંધ કાર્યવાહીથી લાંચિયા તત્વોમાં ભારે ફાળ પડી છે. હાલ અધિકારીઓ દ્વારા આ કેસમાં વધુ પૂછપરછ અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.



