ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ ની યાત્રીકો માટે ની મંદિર તરફ થી કરેલ તૈયારી

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર મા ભાદરવી પૂનમ ના મેળા નિમિત્તે તા. ૦૧/૦૯/૨૦૨૫ થી તા. ૦૭/૦૯/૨૦૨૫ સુધી પગપાળા આવતા સંઘો તેમજ યાત્રાળુઓ ની સુખ સગવડ અને સુવિધા ને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ તરફ થી નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવી પૂનમ નુ વિશેષ મહત્વ હોવાથી ખુબ જ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર માંથી પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવે છે અને તેમના માટે ટ્રસ્ટ ધ્વારા સુવીધા કરવામાં આવેલ છે. શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટ ના મેનેજરશ્રી દિલીપસિંહ કુંપાવતે જણાવ્યુ છે કે તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૦૯/૨૦૨૫ દરમ્યાન આશરે ૫ (પાંચ) થી ૬ (છ) લાખ પદયાત્રાળુઓ તથા દર્શનાર્થીઓ માઁ અંબે ના દર્શન કરી અંબાજી તરફ પ્રયાણ કરશે અને આશરે ૪૫૦ જેટલા સંઘો દર વર્ષે આવે છે અને અંબાજી તરફ પ્રયાણ કરે છે.
ભાદરવી મેળા દરમ્યાન પદયાત્રીકો માટે રહેવાની, પીવાના ઠંડા પાણીની, રાહત દરે જમવાની, પાર્કિંગ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ ધ્વારા કરવામાં આવેલ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે ટ્રસ્ટ ધ્વારા સિક્યોરીટી, સી.સી.ટી.વી. કેમેરા, પોલીસબંધોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર ટ્રસ્ટ, ગુજરાત ટુરીઝમ અને નગરપાલીકા ધ્વારા મંદિર પરીસર અને મેળામાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે તૈયારીઓ કરવામાં આવેલ છે. વરસાદી સિઝનમાં યાત્રાળુઓ ને આરામ માટે વિનામુલ્યે માઁ વિસામો શેડ ખુલ્લો મુકવામાં આવશે. યાત્રાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને આશરે ૨૫૦ ડબા શુધ્ધ અમુલ ઘી નો પ્રસાદ બનાવવાનું આયોજન કરેલ છે.
ભાદરવા સુદ-૬ ને સોમવાર તા.૨૯/૦૮/૨૦૨૫ થી ભાદરવા સુદ-૧૨ ને ગુરુવાર તા.૦૪/૦૯/૨૦૨૫ સુધી મંગળા આરતી સવારે ૬.૧૫ કલાકે દર્શન સવારે ૬.૧૫ થી બપોરે ૧૨.૦૦ અને બપોરે ૩.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી
ભાદરવા સુદ- ૧૩ ને શુક્રવાર તા.૦૫/૦૯/૨૦૨૫ થી ભાદરવા સુદ-૧૪ ને શનિવાર તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી મંગળા આરતી સવારે ૬.૦૦ કલાકે દર્શન સવારે ૬.૦૦ થી રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી
ભાદરવા સુદ- ૧૫ને રવિવાર તા.૦૭/૦૯/૨૦૨૫એ મંગળા આરતી સવારે ૬.૦૦ કલાકે, ચંદ્રગ્રહણ ના કારણે રાજભોગ અને શર્યન આરતી સવારે ૧૧.૦૦ કલાકે, દર્શન સવારે ૬.૦૦ થી સવાર ના ૧૨.૩૦ વાગ્યા સુધી
નોંધ- ચંદ્રગ્રહણ ના કારણે બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય બપોરના ૧૨.૩૦ કલાકેથી સાંજના ૫.૦૦ વાગ્ય સુધી રહેશે. તા. ૦૮/૦૯/૨૦૨૫ થી રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે.








Total Users : 782216
Total views : 33761466