best news portal development company in india

ફોરેસ્ટર ના બીટગાર્ડ વર્ગ-૩ અને ફોરેસ્ટ ખાતામા રોજમદાર તરીકે (બીનવર્ગીય) કામદાર લાંચ ની માંગણીની રકમ:- રૂા.૧૧,૦૦૦/- લેતા રંગે હાથ પકડાયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

*એ.સી.બી. સફળ ટ્રેપ*

 

*ફરીયાદી* :- એક જાગૃત નાગરીક 

 

*આરોપી* :- (૧) સુરેશસિંહ દિલીપસિંહ બારડ ઉ.વ.૩૧ ચાકલીયા પશ્ચિમ બીટગાર્ડ વર્ગ-૩ રહે.હાલ પેથાપુર (ઇશ્વરભાઇ લબાનાના મકાનમા ભાડેથી) તા.ઝાલોદ જી.દાહોદ મુળ રહે.ગલથરા, બારડ ચાવડાવાસ તા.માણસા જી.ગાંધીનગર

 

 (૨) સુનીલભાઇ રવજીભાઇ પારગી ઉ.વ.૪૫ ફોરેસ્ટ ખાતામા રોજમદાર તરીકે (બીનવર્ગીય) રહે.ટોડી ફળીયુ દાતગઢ તા.ઝાલોદ જી.દાહોદ 

 

ટ્રેપની તારીખ:- તા.૨૬/૦૯/૨૦૨૫  

 માંગણીની રકમ:- રૂા.૧૧,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ રૂા.૧૧,૦૦૦/-   

લાંચની રીકવર કરેલ રકમ રૂા.૧૧,૦૦૦/-

ટ્રેપનુ સ્થળ ચાકલીયાથી લીમડી જતાં રોડ ઉપર દાતગઢ ગામે કાળુભાઇ લખીયાભાઇ ડામોરના ગલ્લા ઉપર તા.ઝાલોદ જી.દાહોદ 

 

ટુંક વિગત

 તે એવી રીતે આ કામના ફરીયાદી તથા અન્ય ૧૦-સાહેદો જંગલ ખાતાની જમીનમા પશુઓ ચરાવવા જતા હતા જેથી આરોપી નંબર ૧ અને ૨ નાઓએ ફરીયાદી અને સાહેદોને જંગલ ખાતાની જમીનમા કેમ પશુ ચરાવો છો તેમ કહી ફરીયાદી પાસેથી દરેક વ્યક્તિ દીઠ દંડ ભરાવવાના બહાના હેઠળ રૂપીયા ૨૦૦૦/- ની લાંચની માંગણી આરોપી નંબર ૧ અને ૨ નાઓએ કરેલ અને રકઝકના અંતે આરોપી નંબર ૧ નાઓ ફરીયાદી પાસેથી ફરીયાદી અને સાહેદો સહીત વ્યક્તિ દિઠ રૂપીયા ૧૦૦૦/- લેખે કુલ રૂપીયા ૧૧૦૦૦/- ની લાંચ લેવા સહમત થઇ ફરીયાદી પાસેથી વારંવાર આરોપી નંબર ૧ નાઓએ લાંચની માંગણી કરતા ફરીયાદી આ લાંચની રકમ આરોપીઓને આપવા માંગતા ન હોય ફરીયાદીએ આ અંગે ફરીયાદ જાહેર કરતા બે રાજ્ય સેવક પંચોની હાજરીમા ફરીયાદીની ફરીયાદ આધારે દાતગઢ ગામે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી નંબર ૧ નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ આરોપી નંબર ૨ ને આપી દેવા જણાવી આરોપી નંબર ૨ નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા રૂા.૧૧,૦૦૦/- ફરીયાદી પાસેથી સ્વીકારી આરોપી નંબર-૧ સાથે મોબાઇલ ફોનથી લાંચની રકમ સ્વીકાર્યા અંગે હેતુલક્ષી વાતચીત કરી બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામા રહી છટકા દરમ્યાન પકડાઇ જઇ ગુન્હો કર્યો વિગેરે બાબત. 

 

ટ્રેપીગ અધિકારી 

શ્રી કે.વી.ડીંડોર 

પોલીસ ઇન્સ્પેકટર 

એ.સી.બી.પોલીસ સ્ટેશન દાહોદ 

 

સુપરવિઝન અધિકારી

શ્રી બી.એમ.પટેલ

મદદનીશ નિયામક

એ.સી.બી.પંચમહાલ એકમ ગોધરા.

Najar News
Author: Najar News

Leave a Comment