સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (GLRS–EMRS)
ખેડબ્રહ્મા આદિજાતિ વિકાસ સંકુલના તાબા હેઠળ કાર્યરત છે. આ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને સુવિધાઓના તમામ પાસાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ સંસ્થાની કામગીરી પર કચેરીના વડા અને પ્રાયોજના અધિકારી શ્રી વિશાલ સકસેના (અધિક કલેક્ટર), મદદનીશ કમિશનર શિક્ષણ દર્શન અને ટી.ડી.ઓ. દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. શ્રી સકસેનાના માર્ગદર્શન હેઠળ કોઈપણ બેદરકારી કે સમાધાન ચલાવી લેવામાં આવતું નથી.
શાળામાં વિદ્યાર્થીઓને નિયમિત અને ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમ સાથે શુદ્ધ, સાત્વિક અને પોષણયુક્ત ભોજન તથા નાસ્તો સમયસર પૂરા પાડવામાં આવે છે. ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી માપદંડોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવામાં આવે છે.
શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રવાસ અને સહઅભ્યાસક્રમિક પ્રવૃત્તિઓ દ્વારા તેમની સુપ્ત પ્રતિભાઓ વિકસે તે માટે આચાર્ય અને સમગ્ર શિક્ષક સ્ટાફ સતત પ્રયત્નશીલ છે. શાળામાં આધુનિક અભ્યાસ પદ્ધતિઓ અને યોગ્ય શૈક્ષણિક માળખું ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ નોંધપાત્ર રીતે થઈ રહ્યો છે.
ખાસ કરીને, શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકાઓ દીકરીઓની સંભાળ પોતાની દીકરી સમજીને રાખે છે, જે માતા પોતાના સંતાનની માવજત કરતી હોય તેવી લાગણી દર્શાવે છે. આ સંસ્કારસભર વાતાવરણથી બાળકોમાં શિસ્ત, સંવેદનશીલતા અને આત્મવિશ્વાસ વિકસે છે. શાળાનો સમગ્ર કેમ્પસ સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર છે.
જરૂરી તમામ મૂળભૂત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પોશીના તાલુકાની આ એકલવ્ય મોડેલ સ્કૂલ આદિજાતિ વિસ્તારના બાળકો માટે શિક્ષણ, સંસ્કાર અને ભવિષ્ય નિર્માણનું ઉત્તમ કેન્દ્ર બની રહી છે.
Author: Najar News
Post Views: 15








Total Users : 782219
Total views : 33761471