ખેડબ્રહ્મા તાલુકા મા વૃક્ષારોપણ બાદ હાઇવે પર જાળવણી અભાવે વૃક્ષા સુકાવા લાગ્યા
કેન્દ્ર સરકાર દ્વારા જંગલોનો વિસ્તાર વધારવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હશે. છતાં પણ સાબરકાંઠા- જિલ્લા ખેડબ્રહ્મા તાલુકા માં જંગલોની હાલત અપેક્ષા મુજબ સુધરતી નથી તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અનેક વર્ષો બાદ પણ જ્યાં ડેન્સ ફોરેસ્ટ વિકસવું જોઈએ, ત્યાં હજુ મોટાભાગના વિસ્તારો ઓપન ફોરેસ્ટ તરીકે જ દેખાય છે.
પરિણામે દર વર્ષે થતું વાવેતર વાસ્તવમાં ક્યાં જાય છે તે મુદ્દે સવાલો ઊભા થઈ રહ્યા છે.
સાબરકાંઠા- જિલ્લાના ખેડબ્રહ્મા મા કાગળ પર વિકાસ દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જાણવા સ્થળ મુલાકાત જરૂરી બને છે.તાલુકાના વિવિધ રેંજ માં જંગલોની સ્થિતિ ખૂબ જ નબળી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
સરકારનો મુખ્ય ઉદ્દેશ ઓપન ફોરેસ્ટને મોડરેટલી ડેન્સ અને ત્યારબાદ વેરી ડેન્સ ફોરેસ્ટ
માં પરિવર્તિત કરવાનો છે, પરંતુ જિલ્લામાં આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળતી નથી. ખેડબ્રહ્મા અંબાજી હાઇવે પર તેમજ મટોડા લક્ષ્મીપુરા, નાકા ખેરોજ પાટડીયા પઢારા તેમજ તાલુકા ની અન્ય રેન્જમાં અનેક અંતરિયાળ વિસ્તારોમાં ટુંક મા જ્યા જ્યા વાવેતર બાદ છોડ ટકી રહેવાના દર અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દૂરથી જોતા ડુંગરાઓ હરિયાળા દેખાય છે, પરંતુ નજીકથી નિરીક્ષણ કરવામાં આવે તો સ્થિતિ અલગ હોવાનું સ્થાનિક લોકો કહે છે.
કે વાવેતર અને જાળવણી માટે દર વર્ષે લાખો રૂપિયાની મજૂરી અને ખર્ચ દર્શાવવામાં આવે છે. તેથી પારદર્શિતા માટે સંબંધિત વિભાગે જાહેર માહિતી આપવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. હવે VCG અમે CVC દ્વારા તટસ્થ તપાસ થવી જોઈએ કે, કેટલા વન અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાક્ટર બની ગયા છે, નહીંતર જંગલનો સફાયો ટીંબર માફિયા નહીં પણ નાખશે, તેમાં કોઈ બે મત નથી.








Total Users : 782214
Total views : 33761463