ખેડબ્રહ્મા ખાતે આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાઈ
આજરોજ ખેડબ્રહ્મા કોર્ટ સંકુલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વની ચૂંટણી યોજાઈ હતી જેમાં ખાતે યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 96 જેટલા મતદારો હતા જેમાંથી 69 મતદાતાઓએ પોતાનો મતદાનનો ઉપયોગ કર્યો હતો એવરેજ 75% જેટલું મતદાન નોંધાવવા પામ્યું હતું. મતદાનની પ્રક્રિયા સવારે 10:30 વાગ્યાથી શરૂ થઈને 2:30 વાગ્યા સુધી ચાલી હતી આ ચૂંટણીમાં કુલ 23 બેઠક છે જ્યારે 99 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ચૂંટણી અધિકારી તરીકે એડવોકેટ જગદીશ કુમાર બી સુથાર ની અને જયકીશન એચ યાજ્ઞિક આગેવાનીમાં આ ચૂંટણી યોજાઈ હતી
Author: Najar News
Post Views: 15








Total Users : 782216
Total views : 33761466