best news portal development company in india

લો બોલો….. ખાખી લજવાઇ ? હેડ કોન્સ્ટેબલ, 80000 ની લાંચ લેતા ઝડપાયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી.ની સફળ ટ્રેપ

 

ફરિયાદી:-એક જાગૃત નાગરિક.

આરોપી:-*ભરતભાઈ કાનજીભાઈ મેમકીયા, હોદ્દો-આર્મ હેડ કોન્સ્ટેબલ, દસાડા પોલીસ સ્ટેશન, તા.દસાડા, જી.સુરેન્દ્રનગર. વર્ગ-૩, રહે. બ્લોક-૧, મકાન ન.૬, દસાડા પોલીસ લાઇન, દસાડા, જી. સુરેન્દ્રનગર.

 

આ ગુનો બન્યા: તા.૧૭/૦૩/૨૦૨૬

 

આ કેસ મા લાંચની માંગણીની રકમ:-રૂપિયા ૮૦,૦૦૦/-

 

આ ગુનાનું સ્થળ: – વી.એમ. કોમ્પ્યુટરરાઈઝ, વે-બ્રીજ, દસાડા, જી.સુરેન્દ્રનગર.

 

આ ગુનાની ટુંક વિગત: આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી વિરૂધ્ધમાં દસાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબેશનનો ગુન્હો દાખલ થયેલ જે કેસમાં માર નહીં મારવાના તથા બીજા અન્ય કેસોમાં ફરિયાદીનું નામ નહીં ખોલવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ.૮૦,૦૦૦/- ની માંગણી કરવામાં આવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીની ફરિયાદ આધારે તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ ગોઠવવામાં આવેલ લાંચના છટકા દરમિયાન આરોપીએ પંચો રૂબરૂ ફરિયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી (ડિમાન્ડ) કરી કોઈ કારણોસર નહીં સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

આ ટ્રેપીંગ અધિકારી:-

શ્રી એન. બી. સોલંકી,

પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ-૨, ગુ.રા; અમદાવાદ.

સુપર વિઝન અધિકારી:-

શ્રી વી.બી.પટેલ,

મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૨, ગુ.રા; અમદાવાદ.

ઇન્ચાર્જ અધિકારી:-

શ્રીમતી ભારતી પંડ્યા,

નાયબ નિયામક, એ.સી.બી. (વહિવટ) ગુજરાત રાજ્ય, અમદાવાદ.

Najar News
Author: Najar News

Leave a Comment