best news portal development company in india

વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ શુભેચ્છાઓ આપી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

માં નર્મદા પરિક્રમાવાસી ભવાનસિંહજી વાઘેલાનો સત્કાર સમારંભ યોજાયો

સમગ્ર ભારત દેશમાં એક જ નર્મદા નદીની પદયાત્રાને પવિત્ર માનવામાં આવે છે જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ અધ્યાપક  ભવાનસિંહ વાઘેલા 3400 કિલોમીટરની પદયાત્રા વિના વિઘ્ને 90 દિવસમાં પૂર્ણ કરી હતી. ખેડબ્રહ્મા માતાજી મંદિર પરિસરમાં વાઘેલા પરિવાર વતીથી ડોક્ટર ભવ્યરાજસિંહ દ્વારા યોજેલ સત્કાર સમારંભમાં અધ્યક્ષ તરીકે જ્યોતિ હાઈસ્કૂલના પ્રમુખ જેઠાભાઈ પટેલ, મુખ્ય મહેમાનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, સાધ્વી  શારદાબા, મહિલા મોરચા ઉપાધ્યક્ષ અંબિકાબેન સુથાર, મંત્રી રાજાભાઈ પટેલ, વાઘેલા પરિવારના વડીલ અને મોટાભાઈ  નટવરસિંહજી વાઘેલા (સુકુભા બાપુ ) અને મંદિર ટ્રસ્ટના મેનેજર લક્ષ્મણસિંહ કુંપાવત, ગાંધીનગરથી આર આર સેલ તથા ક્રાઈમ બ્રાન્ચમાંથી  લક્ષ્મણસિંહજી, નીલ-જીલની સ્પેશિયલ ઉપસ્થિતિ તથા મંદિરના ટ્રસ્ટી પ્રવીણસિંહ સોલંકી, સાબર ડેરી પૂર્વવાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ શુભેચ્છાઓ આપી હતી. અંબિકા માતાજી મંદિરના પૂજારીશ્રી દશરથ બાવજી દ્વારા નર્મદા મૈયાનું પૂજન અને આરતી કરી તથા બાલિકા પૂજન કરવામાં આવેલ.. આવનાર સૌ મહેમાનો તથા હરિભક્તોને જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવેલ. ત્યારબાદ પરિવાર, સગા સંબંધીઓ, અનેકવિધ સંસ્થાઓ, પરોયા ગામ, જ્યોતિ હાઇસ્કુલ સ્ટાફ તથા સોસાયટીના સદસ્યો દ્વારા પરિક્રમાવાસી  ભવાનસિંહજી વાઘેલાનું ભાવસભર બહુમાન કરવામાં આવેલ. ત્યારબાદ 3400 કિલોમીટરની પદયાત્રાના સંસ્મરણોનું પરિક્રમાવાસી  ભવાનસિંહજી વાઘેલાએ ખુબ સુંદર રીતે વર્ણન કર્યું હતું. સમારંભ અધ્યક્ષ  જેઠાભાઈ પટેલે આશીર્વાદ હતા આભાર દર્શન ડોક્ટર ભવ્યરાજ સિંહ વાઘેલાએ કરેલ. અંતમાં સૌને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई