ખેડબ્રહ્મામા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન સંકેલ્યું
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા તાલુકાના ઊંચીધનાલ ગામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી હતી

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ઊંચીધનાલ ગામના ઈશ્વરભાઈ ઉર્ફે અજયભાઈ કાંતિભાઈ રાવળ ઉ.વ.આ. 27 વર્ષ કોઈ અગમ્ય કારણ સર ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા રોડ તરફ આવેલ ખેતરમાં આંકલાના ઝાડ ઊપર દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. જેની ખેતરમાં કામ કરતા ખેત મજૂરને જાણ થતા તેને ખેતર માલિકને જાણ કરતા ખેતર માલિક ભૌમિકભાઈ બાબુભાઇ પટેલે
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો પી.એમ માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ મોકલી આપી હતી અને ખેડબ્રહ્મા પોલીસ એ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Author: Najar News
Post Views: 56








Total Users : 782214
Total views : 33761463