સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લા નાં ૫૦૦ થી વધુ કર્મીઓને ૪ માસથી વેતન મળ્યું નથી – ૫૦૦થી વધુ કર્મચારીઓને

સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની વિકસીત જાતિની 65 આશ્રમ શાળાના અંદાજે ૫૦૦ જેટલા કર્મચારીઓને ગત એપ્રિલ થી પગાર ન થતાં રક્ષાબંધન
ના તહેવાર ટાણે આર્થિક રીતે કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે.
સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં વિકસિત જાતિ, અનુ.જાતિ તેમજ અનુસૂચિત જનજાતિની લગભગ 65 જેટલી આશ્રમ શાળાઓમાં પછાત જાતિના બાળકોનું ઉત્તમ ચારિત્ર્ય ઘડતર અને શૈક્ષણિક કાર્ય કરતા કર્મચારીઓ પ્રત્યે સરકારનું ઉદાસિન વલણ સેવી રહ્યું છે. આશ્રમ શાળા ફરજ બજાવતા કર્મચારીઓ ને ૪ માસ ના પગાર ન થતા બાળકો અભ્યાસ ફી ટ્યુશન ફી મકાન લોન વાહન લોન જેવા અન્ય હપ્તા ભરવા મા મુશ્કેલી ઓ વધી રહી છે શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવાર દરમિયાન આવતા તહેવાર કરવા ની તો વાત જ ક્યા થી હોય



