best news portal development company in india

ખેડબ્રહ્માના રતનપુર ખાતે સાબરમતી નદીમાં નવ જેટલા માણસો ફસાયા હતા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્માના રતનપુર ખાતે સાબરમતી નદીમાં નવ જેટલા માણસો ફસાયા હતા

 

વહેલી સવારે વહીવટી તંત્ર અને એનડીઆરએફ ની ટીમ દ્વારા તમામ લોકોને બચાવ કામગીરી કરવામાં આવી છે

 

આખી રાત વહીવટી તંત્ર આ લોકોના સંપર્કમાં રહ્યું હતું

કલેક્ટરશ્રી અને ડીએસપી શ્રી દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી*

 

સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદની કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રતનપુર (સુકાઆંબા ) ખેડબ્રહ્મા ખાતે સાબરમતી નદીમાં કુલ 9 જેટલા માણસો ફસાયા હતા. રાત્રે જ સાબરકાંઠા કલેક્ટર શ્રી અને ડીએસપી શ્રી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને દરેકને સુરક્ષિત રીતે બચાવવા માટે યોગ્ય નિર્દેશો આપવામાં આવ્યા હતા.

    સ્થાનિક મામલતદાર અને પોલીસ ટીમ આખી રાત તેમના સંપર્કમાં હતી. અને NDRF ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી બચાવવાની કામગીરી માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ રાત્રીનો સમય હોઈ તથા પાણીનો પ્રવાહ વધુ હોઈ રેસ્ક્યુ ટીમને પણ જોખમ હોવાનું જણાતા. રાત્રીના સમયે રેસ્ક્યુની કામગીરી મુલતવી રાખી હતી.  

      ફસાયેલાં લોકો સાથે વાત થતા તેઓને ઊંચાઈ વાળી સલામત જગ્યામાં હોવાનું જાણી સૌએ રાહતનો શ્વાસ લઈ. તેઓને બચાવી લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.  

     વહેલી સવારના સમયે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી તમામ લોકોને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. તમામ ૯ લોકો સહી સલામત છે. 

      ગઈકાલ સાંજથી અત્યાર સુધીના તમામ બચાવ કામગીરીનું નિરીક્ષણ એસડીએમ ખેડબ્રહ્મા શ્રી નિમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

Najar News
Author: Najar News

Leave a Comment