best news portal development company in india

દેશ ને આઝાદ થયે દાયકા વિત્યા છતા હજુ રસ્તા.નથી  કેડસમા પાણીમાં થઈને નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

દેશ ને આઝાદ થયે દાયકા વિત્યા છતા હજુ રસ્તા.નથી  કેડસમા પાણીમાં થઈને નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર

સામે કાંઠે આવેલ ચિત્રોડીમાં સ્મશાનમાં લઈ જવા જવા કોઝવે પણ ન હોઈ દર ચોમાસાં પાણીમાં થઈને પસાર થવું પડે છે 

   વિજયનગર તાલુકામાં હાથમતી નદી ઉપર ઇટાવડી ચિત્રોડી વચ્ચે પુલના અભાવે ઇટાવડી ગામના 

૪૮ વર્ષીય એક યુવાનનું અવસાન થતા એની નનામી હાથમતી નદીના કેડસમા પાણીમાં થઈને સામેકાંઠે જવા ગ્રામજનો મજબૂર બન્યા હતા તારીખ ૧૧ સવારે દસ વાગ્યા ના આસપાસ સામે કાંઠે જઈને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા 

     વિજયનગર તાલુકાના ગામના ઇટાવડી .મહેશભાઈ કાનજીભાઈ પટેલ ( કકળા) (ઉંમર વર્ષ – ૪૮ ) નું આજરોજ ગુરુવારે દુઃખદ અવસાન થયું હતું બીજો તરફ તાજેતરાના વરસાદથી હાથમતી નદી માં હજુ કેડ સમા પાણી વહી રહ્યા હોઈ એ સ્મશાન સામે કાંઠે ચિત્રોડીની સીમમાં હોઈ નદી પાર કરવા ડાઘુઓએ નનામીને કેડસમા પાનીમાંથી લઈ જવા મજબૂર બનવું પડ્યું હતું 

  હાથમતી નદી ઉપર ઇટાવડી -ચિત્રોડી વચ્ચે પુલના અભાવે  

આ ગામથી સ્મશાનમાં જવા આ પ્રકારની આ કોઈ પહેલી વાર ની સમસ્યા નથી દર ચોમાસામાં આ ગામના કોઈક સગા ઓના મૃતકની નનામી આ રીતે પાણીમાં થઈને લઈ જવી પડતી હોવા છતાં

વહીવટી તંત્ર અહીં બે ગામો વચ્ચે નાનો પુલ કોઝવે બનાવી આપી આ કાયમી મુશ્કેલીનો અંત લાવતું ન હોઈ હવે આવનારા દિવસોમાં સ્થાનિકો આ મુદ્દે આંદોલન કરવા અને આ માંગ સંતોષવા લડત આપવા કટિબદ્ધ બન્યા છે

Najar News
Author: Najar News

Leave a Comment