best news portal development company in india

રોયલ પાર્ક સોસાયટીમાં વિજયાદશમી પર્વની ઉજવણી: શસ્ત્ર પૂજન કરાયું, દીકરીઓએ તલવારબાજી-દંડ પ્રહારના કરતબ બતાવ્યા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્માના રોયલ પાર્ક સોસાયટીમાં વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) બજરંગ દળના ખેડબ્રહ્મા પ્રખંડ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોળુ, જિલ્લા સંયોજક કૌશિકભાઈ રાવલ, સહ સંયોજક તુષારભાઈ મિસ્ત્રી, કુણાલભાઈ પંચાલ, દેવરાજભાઈ ગોર, તરુણભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ, ચેતનભાઈ (છોટુ) પટેલ અને દુર્ગાવાહિનીના સંયોજિકા સિદ્ધિબેન જોશી સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન દીકરીઓ દ્વારા તલવારબાજી અને દંડ પ્રહારના અદભુત કરતબ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શને ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई