best news portal development company in india

રેવન્યુ ક્લાર્ક ( વર્ગ-૩ ) ૯,૦૦,૦૦૦/લાખ ની લાંચ નાણા લેતા રંગે હાથે પકડાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ 

 

એક જાગૃત નાગરીક  ની ફરીયાદ ના આધારે

 

આક્ષેપીત : વિશ્વજીત ખેંગારભાઇ કમલેકર , 

રેવન્યુ ક્લાર્ક ( વર્ગ-૩ )

જમીન શાખા ( N.A ) ટેબલ , 

કલેક્ટર કચેરી , મહેસાણા .

 

 

ટ્રેપ ની તા.૦૪/૧૦/૨૦૨૫ 

લાંચની માંગણીની રકમઃ- રૂા.૯,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૯,૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૯,૦૦,૦૦૦/-

ટ્રેપનું સ્થળઃ- આર.ટી.ઓ સર્કલ પાસે , જાહેર માર્ગ પર , સુભાષ બ્રીજ , 

અમદાવાદ 

 

આ કેસ ની ટૂંકી વિગત

     આ કામ નાં ફરીયાદી ની માલીકી ની ખેતી ની જમીન જોટાણા તાલુકા નાં ઇજપુરા (જેઠાજી) ગામે આવેલ છે , આ જમીન બીનખેતી ( N.A.) કરાવવા માટે ફરીયાદી એ મહેસાણા કલેકટર કચેરી માં અરજી કરેલ હતી . 

      આરોપી એ ફરીયાદી ની આ જમીન બીનખેતી ( N.A.) કરવા પેટે એક ચોરસફૂટ નાં રૂ.૫૦/- લેખે ઉચ્ચક ર૩,૦૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ હતી , પરંતુ ફરીયાદી એ રકઝક કરતાં , એક ચોરસફૂટ નાં રૂ.૨૫/- લેખે રૂ.૧૨,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ પરંતુ ફરીયાદી એ વઘુ રકઝક કરતાં છેલ્લે રૂ.૧૦,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ અને છેલ્લે રૂ. ૯,૦૦,૦૦૦/- આપવા નો વાયદો કરેલ હતો .

      પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ એ. સી. બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ હતું. 

      છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણાં સ્વીકારી રંગેહાથે પકડાઈ ગયેલ છે.

 

ટ્રેપીંગ અધિકારી :

શ્રી એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ

 

મદદ માં : શ્રી ડી.બી.મહેતા, પોલીસઇન્સ્પેકટર,  

ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), 

એ.સી.બી. અમદાવાદ. 

 

સુપરવિઝન અધિકારી :

શ્રી એસ.એન.બારોટ,  

ઇ.ચા. મદદનિશ નિયામક ,

 ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), 

એ.સી.બી. અમદાવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई