એ.સી.બી એ કરી સફળટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
આરોપી : (૧) ASI રોશન કુમાર અનિલભાઇ ભુરીયા,બ.નં.૬૭૧, એસ.આર.પી ગૃપ-૫, ગોધરા રહે.બ્લોક નં.૩૧, ઘર નં.૧૦૨, એસ.આર.પી કેમ્પ ગોધરા.
(૨) ડામોર પ્રીન્સ ઉર્ફે વીકી મુકેશભાઇ, સુપરવાઇઝર (કોન્ટ્રાકટ બેઝ) “સોલીડ વેસ્ટ કલેકશન“ વિભાગ, પુર્વઝોન,અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન.
રહે. બ્લોક નં-૨/૧૨,સોમનાથ એપાર્ટમેન્ટ, ગણેશ પાર્ક ની સામે, વસ્ત્રાલ, અમદાવાદ.
આ ની ટ્રેપ થયા ની તા.૧૯/૧૧/૨૫
લાંચ ની માંગણી ની રકમ : ૧,૪૪,૦૦૦/-
લાંચ ની સ્વીકારેલ રકમ :૧,૪૪,૦૦૦/-
લાંચ ની રીકવર કરેલ રકમ : ૧,૪૪,૦૦૦/-
ટ્રેપ નું સ્થળ : ફરીયાદી ની ઓફીસ માં,૪૧૯/નેપચ્યુન હાઉસ,નહેરૂ બ્રીજ,અમદાવાદ
ટુંક વિગત : આ કામ નાં ફરીયાદી ગીફ્ટ આર્ટીકલ સપ્લાય કરવા નું કામ કરે છે. અને આરોપી નં.૧ એસ.આર.પી ગૃપ-૫ ગોધરા ની “ ધી કર્મચારી ધીરાણ ગ્રાહક સહકારી મંડળી “ નાં મંત્રી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહીના માં આરોપી એ પોતાની મંડળી નાં સભાસદો ને વાર્ષીક ભેટ આપવા માટે ૬૭૦ નંગ “ગીફ્ટ આર્ટીક્લ્સ” નો ફરીયાદી ને ઓર્ડર આપેલ હતો ,અને જે-તે વખતે આરોપીએ થોડો ઘણો વ્યવહાર કરવો પડશે તેમ જણાવેલ હતું.
ત્યાર બાદ, તા.૧૩/૧૧/૨૫ નાં રોજ ફરીયાદી એ ઓર્ડર મુજબ નાં ગીફટ આર્ટીકલ્સ મોકલી આપેલ હતા ,અને ફરીયાદી દ્વારા તે અનુસંધાને રૂ.૮,૩૭,૫૦૦/- નું ચુકવણું કરી દીધેલ હતું . પરંતુ ચુકવણું કર્યાબાદ અરોપી નં.૧ નાએ ફરીયાદી પાસે બીલ ની કુલ રકમ નાં ૩૦% લેખે રૂ.૨,૫૧,૦૦૦/- લાંચ ની માંગણી કરતાં ફરીયાદી દ્વારા રકઝક કરી આરોપી નં-૧ ના કહેવાથી તા.૧૫/૧૧/૨૫ નાં રોજ આરોપી નં-૨ ને રૂ.૯૭,૦૦૦/- રોકડા આપેલ હતા, અને નાં રૂ.૧,૪૪,૦૦૦/- આજરોજ આપવા નો વાયદો થયેલ હતો.
પરંતુ ફરીયાદી આ લાંચ ના નાણાં આપવા ઇચ્છતા ન હોઇ એ.સી.બી કચેરી નો સંપર્ક કરી ફરીયાદ આપતા, આજ રોજ લાંચ નાં છટકા નું આયોજન કરવા માં આવેલ હતું , અને લાંચ નાં છટકા દરમ્યાન આરોપી નં-૧ ની સુચના મુજબ આરોપી નં-૨ ફરીયાદી ની ઓફીસે આવી હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે , અને આરોપી નં.૧ ને આરોપી નં.૨ નાં ફરજ નાં સ્થળ A.M.C પાર્કીંગ,વિશાલા એસ્ટેટ ઓઢવ રીંગરોડ ખાતે થી પકડી પાડવા માં આવેલ છે.
ટ્રેપીંગ અધિકારી :
શ્રી ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ
મદદમાં:
શ્રી એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ
સુપરવિઝન અધિકારી :
શ્રી એ.વી.પટેલ
મદદનિશ નિયામક ,
ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ),
એ.સી.બી. અમદાવાદ.








Total Users : 782216
Total views : 33761466