એચ એલ મહેતા અને બાઈ આનંદી ફ્રી વાંચનાલય ના પ્રમુખ કિતિઁકુમાર ઉમીયાશંકર જોષીના તૈલ ચિત્રનુ અનાવરણ ડૉ.એલ.આર.શમાઁના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
કિતિઁકુમાર જોષી હાલ નિવૃત્ત કમઁચારી મહામંડળમાં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે સાથે અન્ય 36 સંસ્થાઓ માં સેવાઓ આપી રહ્યા છે.
જયારે ગુજરાત રાજય માનવ સેવા સંઘ ખેડબ્રહ્માના કાયઁકર ડૉ. એલ.આર.શમાઁએ રુપિયા પાંચ હજારની કિંમતના સ્વામી શરણાનંદજીના સંપૂર્ણ સાહીત્ય વાંચનાલયને ભેટ આપ્યા હતા.
આ પ્રસંગે વાંચનાલયના મંત્રી અમૃતલાલ સુથાર, સહમંત્રી જગદીશભાઈ સુથાર સાથે જગદીશભાઈ પટેલ, બલવંતસિંહ પરમાર અને ગ્રંથપાલ કે.કે.વણકર સહીત વાંચકો ઉપસ્થિત રહ્યા હતા.
Author: Najar News
Post Views: 31








Total Users : 782218
Total views : 33761469