best news portal development company in india

LCB પોલીસ ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પકડ્યો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મામા એલ.સી.બી એ દારૂ સાથે એકને ઝડપ્યો

 

ભાસ્કર ન્યુઝ | ખેડબ્રહ્મા

 

 

LCB પોલીસ ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં વાહન પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે બાતમી મળી હતી કે અંબિકા માતાજી મંદિર નજીક રોડ પર એક સફેદ કલરના એક્ટિવા પર થેલામાં ઇંગ્લિશ દારૂ રાખી છૂટક વેચાણ થઈ રહ્યું છે તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર સફેદ કલરના એક્ટિવા સાથે ઉભેલા શ્રાવનકુમાર ગુજરાભાઈ પારધી પોલીસને જોતા તે એક્ટિવા લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેના એક્ટિવા પરથી કાળા કલરના થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક્ટિવા નંબર GJ 09 DE 2299 કિંમત ₹35,000 જપ્ત કર્યું હતું.

આ દારૂ વેચાણમા નવજીવન ઉર્ફે કાળુભાઈ ભુરાભાઈ બુમડિયા (રહે. ચીખલા) પણ સંડોવાયેલો હોવાનું બહાર આવતા પોલીસે તેને પણ પકડવા કાર્યવાહી હાથ ધરી હતી.

Najar News
Author: Najar News

Leave a Comment