ફરાર આરોપી અંગેની જાહેર સુચના

આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર ૦૧૪૭/૨૦૨૬ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૦૩(૧) ૧૩૭(૨) પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ ૧૨ મુજબના ગુનાના કામે ફરીયાદી શ્રી જયેશભાઈ મનુભાઈ ગોહીલ રહે- વાસદ રેલ્વે સ્ટેશન બહાર તા.જી આણંદ નાઓની દીકરી નામે જીયા ઉ.વ ૪ ના આશરાનાની તા-૧૮/૦૭/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગ્યાના અરસામાં વાસદ રેલ્વે સ્ટેશન મુસાફર ખાના માં ઉંઘાડેલ હતી જે નીચે ફોટો માં જણાવેલ અજાણ્યો ઇસમ ઉ.વ ૨૫ થી ૩૦ આશરાનો જેને શરીરે મરૂણ કલર નું શર્ટ તથા બ્લ્યુ જીન્સ પહેરેલ છે. સદર ઈસમે ભોગ બનનાર જીયા ઉ.વ ૦૪ નુ વાસદ રેલ્વે સ્ટેશન ના મુસાફર ખાના માંથી ફરીયાદી શ્રી ના કાયદેસર ના વાલી પણામાંથી પોતાનો ખોટો ઇરાદો પાર પાડવા સારૂ અપહરણ કરી ભોગ બનનાર જીયા ઉ.વ ૦૪ નું અકારણ મોત નિપજાવી અડાસ રેલ્વે સ્ટેશન વચ્ચે કી.મી નં ૪૧૬/૨૦ અને ૪૧૬/૨૨ ની વચ્ચે ટ્રેક ઉપર ત્યજી દઇ નાસી ગયેલ હોય જે બાબતે આણંદ રેલ્વે સ્ટેશન ખાતે ઉપરોક્ત નંબર કલમથી ગુનો રજી.થયેલ છે.
જે ઉપરોક્ત ફોટો તથા વર્ણનવાળા અજાણ્યા ઇસમ બાબતે કોઈપણ માહિતી અથવા તો ક્યાંય દેખાય તો તાત્કાલીક વાસદ પો.સ્ટે ફોન નંબર ૬૩૫૯૬૨૬૪૭૪ ઉપર સંપર્ક કરવા વિનંતી છે. તા.૧૯/૦૭/૨૦૨૬
પોલીસ ની ખાસ નોંધ- આ વ્યકતી ની માહીતી આપનાર વ્યક્તીનું નામ અને ઓળખ સંપુર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
Post Views: 7



