best news portal development company in india

ખરેખર÷ ક્યારે ક ક્યારે ક તમારી એક નજર _નજર ન્યુઝ પર પણ રાખો …

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા SDH આદિજાતિ વિસ્તાર માટે આશાનું કિરણ

રાજ્યની તમામ ડિસ્ટિક હોસ્પિટલોમાં સૌથી વધુ ડિલિવરી કરાવતી હોસ્પિટલ છે.

| ખેડબ્રહ્મા

જુલાઈમાં 455 પ્રસૂતિ, 92 મેજર સર્જરી, PM-JAY હેઠળ દર્દીઓને ₹18.39 લાખનો લાભ

ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારના લોકો માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ગુણવત્તાસભર અને વિશ્વસનીય આરોગ્યસેવાનું કેન્દ્ર બની રહી છે. અગાઉ ગંભીર પ્રસૂતિ, સર્જરી અને અન્ય જટિલ સારવાર માટે દર્દીઓને અમદાવાદ, હિંમતનગર સહિતના મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે મોટાભાગની અદ્યતન સારવાર સ્થાનિક સ્તરે જ સફળતાપૂર્વક મળી રહી છે.

 

હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. અશ્વિન ગઢવીના માર્ગદર્શન હેઠળ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ અને સહાયક કર્મચારીઓ દ્વારા દર્દીકેન્દ્રિત સેવાઓ સતત આપવામાં આવી રહી છે. તેના પરિણામે અંતરિયાળ વિસ્તારના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી રહી છે.

 

જુલાઈ–2026મા ગાયનોકોલોજીસ્ટ વિભાગમાં કુલ પ્રસૂતિ 455 કરવામાં આવી છે જેમા 412 નોર્મલ ડિલિવરી અને ફક્ત 44 સીઝેરિયન કરવામાં આવ્યા છે આ ઉપરાંત.

મેજર સર્જરી : 92,

માઇનર ઓપરેશન : 43

હાઈ-રિસ્ક ગર્ભાવસ્થાની સફળ સારવાર

બ્લડ ટ્રાન્સફ્યુઝન : 104 એનિમિયાગ્રસ્ત માતાઓની સારવાર : 137

આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન 102

PM-JAY હેઠળ 363 ક્લેમ

કુલ ₹18,39,800 નો લાભ લાભાર્થીઓને આપવમાં આવ્યો છે.

હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સુરક્ષિત માતૃત્વ, નવજાત શિશુઓના જીવનનું રક્ષણ અને ગરીબ પરિવારોને સમયસર તથા સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે.

આદિજાતિ વિસ્તાર જેવી ભૌગોલિક રીતે પડકારજનક પરિસ્થિતિમાં આવી ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ ઉપલબ્ધ થવી એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. યોગ્ય આયોજન, આધુનિક સારવાર, કાર્યક્ષમ ટીમવર્ક અને દર્દીપ્રતિના સમર્પણથી સરકારી હોસ્પિટલ પણ શ્રેષ્ઠ આરોગ્યસેવાઓ આપી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ SDH ખેડબ્રહ્મા બની રહી છે.

SDH ખેડબ્રહ્માની ટીમ માત્ર સારવાર જ નથી કરતી, પરંતુ ગરીબ અને આદિજાતિ પરિવારોમાં આરોગ્ય પ્રત્યે વિશ્વાસ પણ વધારી રહી છે. સ્થાનિક સ્તરે મળતી અદ્યતન સારવારના કારણે દર્દીઓનો સમય, ખર્ચ અને મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે સમગ્ર વિસ્તાર માટે આશાનું કિરણ બની રહ્યું છે.સુપરિટેનડેન્ટ અને ગાયનેક ડોક્ટર અશ્વિનભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઘ્વારા કરેલ સર્વેમાં ખાનગી હોસ્પિટલમાં સિજેરિયનનો રેશિયો 40 ટકા સરકારી હોસ્પિટલોમાં 15 થી 25 ટકા રાખવામા આવ્યો છે પણ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં આ રેશિયો 10 ટકા કરતા પણ ઓછો રખવમાં સફળ થયેલ છે છેલ્લા 10 વર્ષમાં 40000 જેટલી ડિલિવરી કરવામાં આવી છે તેમાં પણ 10 ટકા સિઝેરિયન રેશિયો જળવાઇ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई