best news portal development company in india

ખેડબ્રહ્મા પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં ભારે પૂર આવેલ હતુ પાણી ઉતાર્યા બાદ નદીમા બનાવેલ કોઝવેનો એક ભાગ ધોવાઈ ગયો . 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ભારે વરસાદ ના પગલે ખેડબ્રહ્મા હરણાવ નદી મા કોઝવે ધોવાયો, પાલિકા પહેલા ચોસલા ગોઠવ્યા સાંજે  દૂર કર્યા પહેલા ની સ્થિતી

પહેલા ની સ્થિતી આ મુજબ હતી

બપોર પછી ની આ સ્થિતી હતી

  ખેડબ્રહ્મા 

 

 ખેડબ્રહ્મા પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં ભારે પૂર આવેલ હતુ પાણી ઉતાર્યા બાદ નદીમા બનાવેલ કોઝવેનો એક ભાગ ધોવાઈ ગયો હતો. 

 ખેડબ્રહ્માના ખેડવા

તથા વિજયનગરના હરણાવ ડેમમાં રુલ લેવલ જાળવવા માટે સોમવારે પાણી છોડવામાં આવતાં ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પુર આવ્યુ હતુ. જયારે નાના પુલ ઉપર ત્રણ વર્ષ પહેલાં ખેડબ્રહ્મા નગરપાલિકાએ પુલ ઉપર ફરીથી રીફ્રેશ કરીને ચાર ઇંચ જેટલો સ્લેબ ભયોઁ હતો અને બાજુમાં પીલ્લર પણ બનાવ્યા હતા. નવા સ્લેબમાં સળીયા પણ નથી નાખેલ તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જયારે લાખોના ખચેઁ નાના પુલ પર બનેલ નવો સ્લેબ મોહનથાળના ચોસલાની જેમ ઉખડી ગયો હતો જે લોકો વહેલી સવારે જોવા પહોચી ગયા હતા. સાથે કેટલીક જગ્યાએ આજુબાજુ બનાવેલ નાના પીલ્લર પણ વીખુટા પડી ગયા હતા અને કેટલાક પીલ્લરમાં તો સળીયા પણ નથી જોવા મળતા. વહેલી સવારે આર.સી.સી. ચોસલા બહાર નીકળી ગયેલા દેખાતા હતા ત્યાર બાદ બપોરના સમયે તેજ નીકળી ગયેલ ચોસલા ફરી તેજ જગ્યા પર ગોઠવામાં આવ્યા હતા અને સાંજના સમયે પાલિકા ધ્વારા તે જ ચોસલા એકદમ ઉખાડી નાખી રોડ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई