best news portal development company in india

ખેડબ્રહ્મા તરીકે ઓળખાય છે, જ્યાં અંબિકા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ગુજરાત ભર મા મીની અંબાજી તરીકે ઓળખાય છે આ ધામ

ખેડબ્રહ્મા નગરીની ઓળખ ઐતિહાસિક કરતાં પૌરાણિક નગરી તરીકે કરવી વધુ યોગ્ય ગણાય છે. પુરાણોમાં આ નગરનો ઉલ્લેખ જુદા જુદા નામે થયેલો જોવા મળે છે. સતયુગમાં બ્રહ્મપુર, ધ્વાપાર યુગમાં ત્રબાવટી નગરી, અને કળયુગમાં બ્રહ્મખેડ. હાલમાં આ સ્થળ બ્રહ્માની ખેડ પરથી ખેડબ્રહ્મા તરીકે ઓળખાય છે, જ્યાં અંબિકા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.

અંબિકા માતાજીના મંદિરનું માહાત્મ્ય બ્રહ્માક્ષેત્ર મહાત્મયમાં વર્ણવાયેલું છે. આ મંદિર શક્તિપીઠોની સ્થાપના કરતે વધુ પૌરાણિક માનવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં 121થી વધુ શક્તિપીઠોનું વર્ણન છે, પરંતુ જે 51 શક્તિપીઠો દાક્ષાયણીના દેહોત્સર્ગ પછીની છે, તેનાથી આ સ્થળ પ્રાચીન છે. આ મંદિરને આદ્યપીઠ કે મૂળપીઠ તરીકે ઓળખવામાં આવે છે. માતાજીના પ્રાગટ્ય કથા અનુસાર, મહિષાસુર નામના રાક્ષસે દસ હજાર વર્ષ તપ કરીને ભયંકર શક્તિ પ્રાપ્ત કરી હતી અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો. તેના ત્રાસથી ત્રસ્ત થયેલા દેવતાઓ, વિષ્ણુ ભગવાન અને મહાદેવ પાસે ગયા, જેમાં બ્રહ્માએ પણ સાથ આપ્યો હતો. આ ત્રણેય દેવતાઓના ક્રોધાગ્નિમાંથી તેજ પ્રગટ થયું જેશક્તિ સ્વરૂપ પામીને માતા અંબિકા બન્યું. માતાજીએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓને ભયમુક્ત કર્યા. દેવતાઓના વચન માગવા પર માતાજી આ સ્થળે સ્થિર થયા, જે આદ્યસ્થળ ખેડબ્રહ્મા કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई