best news portal development company in india

ખેડબ્રહ્મામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયાદશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલન અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]
ખેડબ્રહ્મામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયાદશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલન અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંઘના સ્થાપનાના ૧૦૦મા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો.શહેરના શેઠ કે.ટી. હાઈસ્કૂલથી પથ સંચલન શરૂ થયું હતું. તે માણેક ચોક, સરદાર ચોક, પેટ્રોલપંપ, લક્ષ્મીપુરા ચાર રસ્તા અને સિવિલ રોડ થઈને પરત શેઠ કે.ટી. હાઈસ્કૂલ પહોંચ્યું હતું.
આ પ્રસંગે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું.વર્ષ ૧૯૨૫માં ડૉ. હેડગેવાર દ્વારા સ્થાપિત RSS તેના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
આ ઐતિહાસિક શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યકમોનું આયોજન થઈ રહ્યા છે વિજયાદશમીના પાવન દિવસે સંઘની સ્થાપના થઈ હોવાથી આ ઉજવણીનું વિશેષ મહત્વ રહ્યું છે.સંઘે આ વર્ષે સમાજમાં જાગૃતિ લાવવા અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે ‘પંચપ્રાણ’ નામે પાંચ વિષયો પર વિશેષ કાર્ય કરવાનો સંકલ્પ લીધો છે. આ પાંચ વિષયોમાં સામાજિક સમરસતા, નાગરિક શિષ્ટાચાર, સ્વનો ભાવ-સ્વદેશી, પર્યાવરણ અને કુટુંબ પ્રબોધનનો સમાવેશ થાય છે.સંઘ આ પાંચ વિષયો પર વર્ષભર વિશેષ કાર્યક્રમો યોજીને વધુને વધુ નાગરિકોને આ સત્કાર્યમાં જોડીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી બનાવવાનો લક્ષ્ય ધરાવે છે.
પ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई