best news portal development company in india

પ્રાંત અધિકારીએ કમ્પાઉન્ડ મિયા વાંકી  પદ્ધતિથી જુદા જુદા 25 જાતના 250 વૃક્ષો ઉગાડ્યા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

પ્રાંત અધિકારીએ સ્ટાફની મદદથી તેમજ જરૂર જણાય તો નિર્ધારીત ઓફિસ સમય પહેલા આવીને વ્યક્તિગત આ વૃક્ષોની દેખભાળ અને જાળવણી કરે છે

ફરજ માત્ર કચેરી સુધી નહીં હોવી જોઈએ,  કુદરત પ્રત્યે પણ આપણે જવાબદાર છીએ.- નિમેષ ડી પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી દ્રષ્ટિકોણમાં ‘એક પેડ માં કે નામ’ થકી પર્યાવરણ જાળવણી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણ જાળવણીમાં નાગરિકો સહિત સરકારી અધિકારીઓ દ્વારા હાથ ધરાતા સકારાત્મક પ્રયાસો નિશ્ચિત રૂપે પ્રશંસનીય છે. ખેડબ્રહ્મા તાલુકાના પ્રાંત અધિકારી નિમેષ ડી પટેલે પોતાની ફરજની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ પોતાની નૈતિક જવાબદારી નિભાવતા ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી બતાવ્યું છે. તેમણે ખેડબ્રહ્મા પ્રાંત કચેરીના કમ્પાઉન્ડ વિસ્તારમાં  લગભગ એક વર્ષ પહેલા પ્રાંત અધિકારીશ્રીએ પોતાના સ્ટાફ, વન વિભાગ તેમજ નગરપાલિકાના સહયોગથી  “મિયા વાંકી” પદ્ધતિથી અલગ અલગ  25 પ્રકારના 250 જેટલા વૃક્ષો ઉગાડી પર્યાવરણ જાળવણી અંગે  પોતાની સંવેદના દાખવી છે.
ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેષ પટેલે જણાવ્યુ હતું કે અહીંના લોકો કુદરતના ખોળે બેસવા ટેવાયેલા છે. ફરજના સમય દરમિયાન ઘણી વખતે જોવા મળ્યું છે કે કામકાજ માટે આવતા અહીંના નાગરિકો પંખાના પવન નીચે બેસવા કરતા ઝાડ નીચે બેસવાનું વધુ પસંદ કરતાં હોય છે. આ જોતા ખેડબ્રહ્મા પ્રાંત કચેરી કમ્પાઉન્ડમાં મિયા વાંકી” પદ્ધતિથી અલગ અલગ  25 પ્રકારના 250 જેટલા વૃક્ષો ઉગાડ્યા છે. જેનો મૂળ ઉદ્દેશ પર્યાવરણ જાળવણી સાથે અહીંના લોકો  શુદ્ધ હવામાં વૃક્ષ નીચે બેસી શકે તેમજ વૃક્ષ જાળવણી સાથે પક્ષીઓ તેમજ નાના જીવજંતુઓને પણ આશ્રય સ્થાન મળી રહે તેવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई