વિજયનગરના નાગરિકો ને અંદાજીત રૂ. ૪ કરોડ ૧૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. 
આશરે ઘણા લાંબા સમય પછી આધુનિક બસ ડેપોની સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે, જે સમગ્ર વિસ્તારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે..
આ બસ ડેપો ચાલુ થતાં વિજયનગરના આસપાસના ગામોના નાગરિકોને સુગમ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે, તેમજ વિદ્યાર્થીઓ, કામદારો, વેપારીઓ અને સામાન્ય મુસાફરોને રોજિંદી અવરજવર વધુ સરળ બનશે.
Post Views: 2



