best news portal development company in india

AI સમિટ પર ટિપ્પણી વિરુદ્ધ ભાજપ યુવા મોરચાનો વિરોધ   

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

AI સમિટ પર ટિપ્પણી વિરુદ્ધ ભાજપ યુવા મોરચાનો વિરોધ

 

| ખેડબ્રહ્મા

 

 

ખેડબ્રહ્માના સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું.

 

દિલ્હીમાં યોજાયેલી વિશ્વ AI સમિટ અંગે રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીના વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

 

ભાજપ યુવા મોરચાના જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની ટિપ્પણીને વખોડી કાઢી હતી.

 

આ પહેલા માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં એક પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવનિયુક્ત પ્રભારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમોમાં ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા નવનિયુક્ત પ્રમુખ ધવલભાઈ રાવલ, પ્રભારી રવિન્દ્રભાઈ બારોટ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચાના સુરેન્દ્રસિંહ વાઘેલા અને કર્ણપાલ સિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા શહેરના બ્રિજેશ પ્રજાપતિ અને પલ્લવભાઈ રાવલ, તેમજ ખેડબ્રહ્મા તાલુકા અને શહેર સંગઠન ભાજપ પ્રમુખ હિતેષભાઈ પટેલ, બ્રિજેશભાઈ બારોટ, મહામંત્રી નરસિંહભાઈ સોલંકી, બળવંતભાઈ ધ્રાંગી, ચેતનભાઈ મોદી હસમુખભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई