સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાન સભા મા AAP મોટો ફટકો: દિગ્ગજ નેતા બિપિનચંદ્ર ગામેતીનું AAP માંથી રાજીનામુ

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ બાદ સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાંથી આમ આદમી પાર્ટી (AAP) માટે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના પટ્ટામાં આમ આદમી પાર્ટીના મજબૂત સ્તંભ ગણાતા દિગ્ગજ નેતા અને વિજયનગર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય બિપિનચંદ્ર ગામેતીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના આ અચાનક નિર્ણયથી સાબરકાંઠા અને ખાસ કરીને આદિવાસી બેલ્ટના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
પાર્ટીના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું આપ્યુ છેમ
બિપિનચંદ્ર ગામેતીએ આમ આદમી પાર્ટીના તમામ પ્રાથમિક અને સક્રિય હોદ્દાઓ પરથી પોતાનું રાજીનામું લેખિતમાં મોકલી આપ્યું છે. વિજયનગર-ખેડબ્રહ્મા વિસ્તારમાં ‘આપ’ સંગઠનને મજબૂત કરવામાં તેમનો મોટો ફાળો માનવામાં આવતો હતો. તેમના જવાના કારણે આ વિસ્તારમાં પાર્ટી નબળી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
‘આંતરિક ડખો’ રાજીનામાનું મુખ્ય કારણ પોતાના લેખિત રાજીનામા માં બિપિનચંદ્ર ગામેતીએ પક્ષ છોડવા પાછળનું ગંભીર કારણ દર્શાવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, પાર્ટીના જ કેટલાક આંતરિક તત્વો અને નેતાઓની હેરાનગતિ તથા અયોગ્ય વલણના કારણે તેઓ ભારે નારાજ હતા. પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને નકારાત્મક વાતાવરણથી કંટાળીને આખરે તેમણે આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડવાનો આકરો નિર્ણય લીધો છે. સાબરકાંઠાના રાજકારણ પર શું અસર થશે?
AAP એાઆદીવાસી મજબૂત ચહેરો ગુમાવ્યો: છે ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના ત્રણેય આદિવાસી બહુલ વિસ્તારોમાં ગામેતી પાયાના કાર્યકર્તા અને જનતા વચ્ચે મજબૂત પકડ ધરાવતા નેતા હતા.
પાર્ટી બદલવાની અટકળો: આદિવાસી પટ્ટાના આ મોટા નેતા હવે આગામી સમયમાં ભાજપ કે કોંગ્રેસમાંથી કયો હાથ પકડે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.
કાર્યકરોમાં નિરાશા: પક્ષના આંતરિક વિખવાદના કારણે આટલા મોટા નેતાએ પક્ષ છોડતા આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરોનું મનોબળ તૂટી શકે છે.
ચૂંટણીઓ ભલે પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિધાનસભા 29 બેઠક આદિવાસી વિસ્તારોમાં આ રાજકીય ઉથલપાથલથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર મોટી અસર જોવા મળી શકે છે. બિપિનચંદ્ર ગામેતીનું રાજીનામું એ AAP માટે સાબરકાંઠા જિલ્લામાં મોટો સેટબેક સમાન છે.
Post Views: 110



